હવે ગરબા આયોજકે ફેરવ્યું ફૂલેકું ! પાસ ખરીદનાર ખેલૈયા રાતાપાણીએ નાહ્યા

1
59
હવે ગરબા આયોજકે ફેરવ્યું ફૂલેકું ! પાસ ખરીદનાર ખેલૈયા રાતાપાણીએ નાહ્યા
હવે ગરબા આયોજકે ફેરવ્યું ફૂલેકું ! પાસ ખરીદનાર ખેલૈયા રાતાપાણીએ નાહ્યા

ક્યારેક સમાચારના માધ્યમથી બેંક ઉઠમણું કરે તે વાંચ્યું છે , ક્યારેક ટ્રાવેલ એજન્સી પ્રવાસનું આયોજન કરીને લોકોનું કરી નાખે તે પણ સાંભળ્યું છે અરે ક્યારેક રૂપિયા ડબલ કરવાની લાલચે લોકોની મૂડી ખંખેરીને લાપતા થયાના કિસ્સાઓ પણ બન્યા છે પરંતુ હવે અમદાવાદમાં નવરાત્રીના ગરબા આયોજકોએ ખેલૈયાઓનું કરી નાખ્યું. મળતી માહિતી પ્રમાણે રમે અમદાવાદ ગરબાના આયોજકોએ રાતો રાત ગરબાના આયોજનને પાટિયા પાડીને રફુચક્કર થતાજ ખેલૈયાઓ ગરબા રમવા ગયા હતા પરંતુ નિરાશ થયા હતા અને તુપિયા ખર્ચીને પાસની ખરીદી કરી હતી તેની રો-કકળ શરુ કરી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાયંસ સીટી રોડ પર રમે અમદાવાદ ગરબાના આયોજકે રાતોરાત આયોજન સ્થળ પર ગરબા બંધ કરી દેતાજ ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓ રોષે ભરાયા હતા. આયોજકોએ નવરાત્રીના ત્રીજા દિવસે અચાનક ગરબા બંધ કરી દેતા ખેલૈયાઓ જે સ્થળ પર પહોંચ્યા હતા તેમને હોબાળો મચાવ્યો હતો. એક તરફ ગરબા બંધ થતા ખેલૈયાઓ રોષ વ્યક્ત કરતા હતા ત્યારે ગરબાના આયોજકો કહી રહ્યા હતા કે જે કોમ્લ્પીમેન્ટરી પાસ જે લોકો પાસે હતા તેમાંથી કેટલાકે રૂપિયાથી વેચતા ગરબા બંધ કરવા પડ્યા છે . પરંતુ આ ખુલાસા વચ્ચે સવાલ થતો હતો કે જે લોકોએ 500 રૂપિયા ખર્ચીને એક સાથે ચાર -પાંચ કે ગ્રુપમાં પાસ લીધા હતા તે ખેલૈયાઓના વળતરનું શું ? અને આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું પણ ખેલૈયાઓ કહી રહ્યા હતા.

1 69

અમદાવાદના સાયંસ સીટી પાસે આવિષ્કાર એન્ટરટેઈનમેન્ટના સંદીપ પટેલ નામના વ્યક્તિએ આ નવરાત્રી ગરબાનું આયોજન કર્યું હતું ટેબુ નામ ” રમે અમદાવાદ ” રાખું હતું. જેમાં પાસની કીમત રૂપિયા 500 રાખવામાં આવી હતી. પરંતુ ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે જોયું કે નવરાત્રી ગ્રાઉન્ડમાં લાઈટ બંધ હતી અને જે મેઈન ગેટ બનાવવામાં આવ્યો હતો. ત્યાં પણ કોઈ પ્રકારની વ્યવસ્થા ન હારી અને અંધારું હતું. નવરાત્રીના ત્રીજા નોરતે ગરબા આયોજકોએ પાટિયા પાડી દેતા ખેલૈયાઓ પણ પહેલાતો આશ્ચર્યચકિત થયા હતા પરંતુ ખ્યાલ આવતાજ હોબાળો મચાવ્યો હતો. સિંગર જગદીપ મહેતાની ઓર્કેસ્ટ્રાના ગરબા જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ પાર્ટી લોટ ખાતે આયોજકોએ આ ઇવેન્ટ કેન્સલ્કારીછે તેવું જાણવા મળતાજ ખેલૈયાઓએ ભારે હોબાળો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે લોકોએ રૂપિયા 5000થી લઈને દસ હજારના પાસની ખરીદી કરી હતી. આ હોબાળો થતાજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ખેલૈયાઓ કહી રહ્યા છેકે આ છેતરપીંડી બાબતે પોલીસ ફરિયાદ પણ કરીશું.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.