એશિયન ગેમ્સ : મેડલમાં ભારત સેન્ચૂરીને પાર, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

1
179
Asian Games 2023
Asian Games 2023

એશિયન ગેમ્સ 2023 (Asian Games) : ભારતે એશિયન ગેમ્સ માં સદી ફટકારી છે. ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ માં ભારતના મેડલની સંખ્યા 107 પર પહોંચી ગઈ છે. એશિયન ગેમ્સ માં મળેલી આ અદ્દભૂત સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધાવી. તેમણે તમામ ભારતવાસીઓને  તેમજ ખેલાડીઓને એક્સ (ટ્વીટેર) પર પોસ્ટ કરી અભિનંદન પાઠવ્યા છે.

ભારતીય ટુકડીએ હાંગઝોઉમાં રેકોર્ડ 107 મેડલ જીત્યા – 28 સુવર્ણ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ – તેમના અગાઉના સર્વશ્રેષ્ઠ, 2018 જકાર્તા ખાતે સેટ કરવામાં આવેલા 37 મેડલને પાછળ છોડી દીધા.

28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા
ભારતે 107 મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી

ભારતે મેડલની સેન્ચૂરી ફટકારી :

ભારતે 7 ઓક્ટોબરના રોજ એશિયન ગેમ્સ 2023માં ઈતિહાસ રચ્યો છે. ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 107 મેડલ જીત્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ માટે મહિલા કબડ્ડી ટીમ અને ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. એ વાત જાણીતી છે કે આ વખતે ભારતે એશિયન ગેમ્સમાં 100 મેડલને પાર કરવાનું લક્ષ્‍ય રાખ્યું હતું. જે ભારતે સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીટ્વિટર પર પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી :

વડાપ્રધાન મોદીએ ટ્વિટર (એક્સ) પર પોસ્ટ કરતા લખ્યું કે, એશિયન ગેમ્સમાં ભારતે મોટી હાંસલ કરી છે. ભારતના લોકો રોમાંચિત છે કે આપણે 100 મેડલના માઈલસ્ટોન સુધી પહોંચી ગયા છીએ. આ અવસર પર, હું આપણા એથ્લેટ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. જેમના પ્રયત્નોના કારણે ભારતે આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે જ આજે આપણે ગર્વ અનુભવી રહ્યા છીએ.

  • 1 Asian Games 2023
  • 1 26
  • 2 Asian Games 2023
  • 2 24
  • 4 Asian Games 2023
  • 4 11
  • 5 Asian Games 2023
  • 5 14
  • 6 9
  • 7 6
  • 9 4
  • 10 5
  • 11 2

એશિયન ગેમ્સ 2023 : હાંગઝોઉ અપડેટ્સ : ભારત વિ ઈરાન, કબડ્ડીમાં વિવાદ પછી ભારતે ઈરાનને 33-29થી હરાવી ગોલ્ડ જીત્યો – BCCIએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી

ટીમ ઈન્ડિયાએ જીત્યા કુલ 25 ગોલ્ડ મેડલ :

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ 107 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કુલ 28 ગોલ્ડ મેડલ જીત્યા છે. ખેલાડીઓએ તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય મહિલા કબડ્ડી ટીમનું આ ત્રીજું ટાઈટલ છે. ગત વખતે તેણે જકાર્તામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ચાઈનીઝ તાઈપેઈએ ખૂબ જ મુશ્કેલ પડકાર આપ્યો હતો, પરંતુ ભારત એક પોઈન્ટથી હારી ગયું હતું. ભારત અત્યારે મેડલ હરોળમાં ચોથા સ્થાને છે. આ યાદીમાં નંબર વનના સ્થાન પર ચીન છે. ચીનના ખાતામાં 356 મેડલ છે.

રમત-જગત અને વર્લ્ડ કપ 2023ને લગતા વધુ સમાચાર માટે – કલિક કરો અહી –

Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?

Rachin Ravindra (રચિન રવિન્દ્ર) વિશે 6 ફેક્ટસ નહીં સાંભળ્યા હોય, જાણો ભારતીય મૂળના ક્રિકેટર વિશેની વિગતો

ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચમાં કાગડા ઉડયા, ખાલી સ્ટેડિયમના ફોટા થયા વાયરલ ; શું આ ODIનો અંત છે..?

સચિન તેંડુલકર અને હરભજન સિંહની કોમેન્ટરી : મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023નો શુભારંભ

શિખર ધવને પત્ની આયેશાથી છૂટાછેડા લીધા, કોર્ટે સ્વીકાર્યું – પત્નીએ આચર્યું એ માનસિક ક્રૂરતા

1 COMMENT

Comments are closed.