Ashwin 500 Test Wickets : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચી દીધો છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર નવમો બોલર બની ગયો છે. તે અનિલ કુંબલે બાદ 500 વિકેટ લેનાર બીજો ભારતીય છે. ત્યારે જાણો ટોપ-10 બોલર વિશે.
Ashwin 500 Test Wickets : ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર ટોપ-10 બોલર:
પ્લેયર | મેચ | ઈનિંગ | વિકેટ |
મુથૈયા મુરલીધરન (SL) | 133 | 230 | 800 |
શેન વોર્ન (AUS) | 145 | 273 | 708 |
જેમ્સ એન્ડરસન (ENG) | 185* | 344 | 696 |
અનિલ કુંબલે (IND) | 132 | 236 | 619 |
સ્ટુઅર્ટ બ્રોડ (ENG) | 167 | 309 | 604 |
ગ્લેન મેકગ્રા (AUS) | 124 | 243 | 563 |
કર્ટની વોલ્શ (WI) | 132 | 242 | 519 |
નાથન લિયોન (AUS) | 127 | 238 | 517 |
રવિચંદ્રન અશ્વિન (IND) | 98* | 184 | 500 |
ડેલ સ્ટેન (SA) | 93 | 171 | 439 |
Ashwin 500 Test Wickets : સૌથી ઓછી ટેસ્ટમાં 500 ટેસ્ટ વિકેટ
- 87 એમ મુરલીધરન
- 98 આર અશ્વિન
- 105 અનિલ કુંબલે
- 108 શેન વોર્ન
- 110 ગ્લેન મેકગ્રા
Ashwin 500 Test Wickets : સૌથી ઓછા બોલમાં 500 ટેસ્ટ વિકેટ
- 25528 ગ્લેન મેકગ્રા
- 25714 આર અશ્વિન*
- 28150 જેમ્સ એન્ડરસન
- 28430 સ્ટુઅર્ટ બ્રોડ
- 28833 સી વોલ્શ
Ashwin 500 Test Wickets : ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર:
- રવિચંદ્રન અશ્વિન – 98 વિકેટ
- બીએસ ચંદ્રશેખર – 95 વિકેટ
- અનિલ કુંબલે – 92 વિકેટ
- બીએસ બેદી/કપિલ દેવ – 85 વિકેટ
- ઈશાંત શર્મા – 67 વિકેટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 131 અને રવીન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. માર્ક વુડે 4 વિકેટ લીધી હતી.
હાલમાં બીજા દિવસે ત્રીજો સેશન ચાલુ છે. ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને ઓલી પોપ રમી રહ્યા છે. ડકેટે 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે.
રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500મી વિકેટ ઝડપી છે. તેણે જેક ક્રોલીને આઉટ કર્યો હતો. અશ્વિન ટેસ્ટમાં 500 શિકાર કરનાર બીજો ભારતીય બોલર બન્યો છે. ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 619 વિકેટ લીધી છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे