ArvindKejriwal : દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી પૂર્ણ થઈ ગઈ. કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન પર કોઈ નિર્ણય આપ્યો નથી. વચગાળાના જામીન પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે. કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકારી હતી.
ArvindKejriwal : અગાઉ કોર્ટે કહ્યું હતું કે અંતિમ આદેશ આપતા પહેલા અમે ઘણીવાર વચગાળાના આદેશો આપીએ છીએ. અમે એ વાતમાં નથી જઈ રહ્યા કે તે રાજકીય વ્યક્તિ છે કે નહીં. તેના બદલે, અમે જોઈ રહ્યા છીએ કે આ કેસ સાચો છે કે નહીં. આમાં અપવાદરૂપ કેસમાં જામીન પર વિચાર કરી શકાય કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેમને સત્તાવાર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ArvindKejriwal : બેન્ચે કહ્યું કે અમે વચગાળાના જામીન પર બંને પક્ષોને સાંભળ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે કેજરીવાલના વકીલ સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે શું કેજરીવાલને જામીન મળ્યા બાદ તેઓ સરકારી ફાઇલો પર સહી કરશે કે મુખ્યમંત્રી તરીકે નિર્દેશ આપશે. આના પર સિંઘવીએ કહ્યું કે તેમના અસીલ દિલ્હીની દારૂની નીતિ મામલે કોઈપણ રીતે દખલ નહીં કરે. કોર્ટે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે તે સરકારના કામકાજમાં દખલ કરે.
ArvindKejriwal : કેજરીવાલ આતંકવાદી નથી : કેજરીવાલના વકીલ
કેજરીવાલના વકીલે કહ્યું કે તેમનો અસીલ આતંકવાદી નથી. તે કાયદો તોડનાર નથી તેથી તેને વચગાળાના જામીન મળવા જોઈએ. આના પર જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું કે શું નેતાઓ માટે અલગ અપવાદ હશે? શું ચૂંટણીમાં પ્રચાર કરવો જરૂરી છે? જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે.
ArvindKejriwal : ED વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે જ્યારે અમે તપાસ શરૂ કરી ત્યારે અમારી તપાસ સીધી કેજરીવાલ સામે નહોતી, તેથી શરૂઆતમાં તેમને સંબંધિત એક પણ સવાલ પૂછવામાં આવ્યો ન હતો. તપાસ તેના પર કેન્દ્રિત ન હતી. તપાસ દરમિયાન તેમની ભૂમિકા સામે આવી હતી, સુપ્રીમ કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા EDને ઘણા સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? કેજરીવાલ કેસમાં શું જોડવામાં આવ્યું છે? કેસમાં કાર્યવાહી અને ધરપકડ વચ્ચે લાંબો સમય કેમ રહ્યો?
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો