ArvindKejriwal : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની ટીમ ગુરુવારે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. તપાસ એજન્સી એવા સમયે દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે ગઈ છે જ્યારે આજે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
ArvindKejriwal : હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ EDની ટીમ મોડી સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી . સમાચાર લખી રહ્યા છે ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સી દિલ્હીના મુખ્યમંત્રીના ઘરની સર્ચ કરી રહી છે. બીજી તરફ દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલની લીગલ ટીમ પણ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
ArvindKejriwal : દિલ્હી પોલીસને એલર્ટ પર રાખવામાં આવી
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર લો એન્ડ ઓર્ડર રવિન્દ્ર સિંહ યાદવનું કહેવું છે કે EDને દિલ્હી પોલીસને એલર્ટ પર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ED મોડી રાત્રે તેને કસ્ટડીમાં લેશે અને તેના હેડક્વાર્ટર લઈ જશે.
ArvindKejriwal : અરવિંદ કેજરીવાલનો ફોન જપ્ત
ArvindKejriwal : ઈડીએ અરવિંદ કેજરીવાલનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. મુખ્યમંત્રીના ઘરે પહોંચેલા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે પરંતુ કંઈ મળ્યું નથી.
અત્યાર સુધીમાં 600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલનો અવાજ દબાવવા માંગે છે અને તેથી તેમની ધરપકડ કરવા માંગે છે. બીજી તરફ AAP કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી આવાસની બહાર દેખાવો શરૂ કર્યા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો