ડમી કૌભાંડ મામલે કાનભાની ધરપકડ

0
289

ડમી કૌભાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે સુરત એસઓજી દ્વારા તપાસ કરતા યુવરાજસિંહના સાળા કાનભાની પણ ધરપકડ કરવામાં આવી છે. ડમી કૌભાંડમાં બિપિન ત્રિવેદીના કથિત વીડિયોમાં કાનભાના નામનો પણ ઉલ્લેખ થયો હતો. આ વીડિયોમાં  કાનભાએ પૈસાનો વહીવટ કર્યાનો ઉલ્લેખ કર્યો  હતો. ત્યારે સુરત એસઓજી દ્વારા ચેન્નાઇથી કાનભાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે