NSA હેઠળ અમૃતપાલ સિંહની ધરપકડ,પંજાબ પોલીસે કર્યો ખુલાસો

0
61

ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહની પંજાબની મોગા પોલીસે ધરપકડ કરી છે . અમૃતપાલ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. અમૃતપાલે પંજાબના અજનલા પોલીસ સ્ટેશન પર 23 ફેબ્રુઆરીએ પોતાના એક સમર્થકને છોડાવવા માટે હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી પોલીસ તેને શોધી રહી છે. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવારવીડિયો જાહેર કર્યા હતા.અમૃતપાલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતા તેના પર NSA પણ લગાવવામાં આવી છે. પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના સંયુક્ત ઓપરેશનમાં અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ સિંહની આજે મોગા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પોલીસે નાગરિકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા વિનંતી કરી છે.પોલીસે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતુ કે ગુરૂદ્વારામાં અમૃતપાલ છુપાયલો હતો. NSA હેઠળ અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે