Army Chief Warning: સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંરક્ષણ ક્ષેત્રે ભારતની આક્રમક વ્યૂહરચના સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી. હાલમાં સરહદ પર માત્ર યુદ્ધવિરામ જેવી સ્થિતિ છે. જો ભવિષ્યમાં દુશ્મન દેશ તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવશે, તો ભારતની ત્રણેય પાંખ (ભૂમિસેના, નૌકાદળ અને વાયુસેના) ‘ઓપરેશન સિંદૂર 2.0’ માટે 24 કલાક સંપૂર્ણપણે તૈયાર છે.
આર્મી ચીફ શનિવારે પુણેના ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) ની 150મી પાસિંગ આઉટ પરેડમાં રિવ્યુઈંગ ઓફિસર તરીકે સામેલ થયા હતા. જ્યાં તેમણે 355 કેડેટ અધિકારીઓની પરેડની સલામી લીધી હતી. આ ભવ્ય ફ્લાયપાસ્ટમાં Su-30 MKI લડાકુ વિમાનો, ચેતક અને સારંગ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ તેમજ આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમે કરતબો દર્શાવ્યા હતા.

Army Chief Warning: દરેક સૈનિકના હાથમાં હશે ‘બાજ’ (ડ્રોન): સેના પ્રમુખનો નવો મંત્ર
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાસ આઉટ થતા દેશના નવા સૈન્ય અધિકારીઓને મહત્વના સંદેશ આપ્યા:
- ઈગલ ઓન ધ આર્મ: કમાન સંભાળ્યા બાદ આર્મી ચીફે દરેક સૈનિકમાં ડ્રોન ઉડાવવાની ક્ષમતા (ડ્રોન વોરફેર) હોવા પર ભાર મૂક્યો છે, જેની તાલીમ અકાદમીઓમાં શરૂ કરી દેવાઈ છે.
- મલ્ટી ડોમેન વોરફેર: ભવિષ્યના યુદ્ધો માત્ર પરંપરાગત રીતે નહીં, પણ જમીન, હવા, સમુદ્ર ઉપરાંત અવકાશ (Space), સાયબર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રોમાં લડાશે.
- AI ની ભૂમિકા: યુદ્ધની ઝડપી ગતિ વચ્ચે ત્વરિત નિર્ણયો લેવા અને સંસાધનોના સંચાલન (ઓટોમેશન) માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.

Army Chief Warning: આગામી 2-3 વર્ષમાં શરૂ થશે ‘થિયેટર કમાન્ડ સિસ્ટમ’
ભારતીય સેનાના આધુનિકીકરણ અને ત્રણેય પાંખોના સંકલન માટે થિયેટરાઇઝેશનની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે, જેનો સંપૂર્ણ રિપોર્ટ રક્ષા મંત્રીને સોંપવામાં આવ્યો છે.
નવી વ્યવસ્થા શું છે? હાલમાં ભારતમાં ત્રણેય સેનાઓના અલગ-અલગ કુલ 17 કમાન્ડ છે. નવી થિયેટર કમાન્ડ વ્યવસ્થામાં કોઈપણ ચોક્કસ ક્ષેત્ર કે મિશન માટે એક જ કમાન્ડર હશે, જેના હેઠળ સેનાની ત્રણેય યુનિટ્સ સાથે મળીને ઓપરેશન પાર પાડશે. આ સિસ્ટમ આગામી 2 થી 3 વર્ષમાં જમીની સ્તરે લાગુ થઈ શકે છે.
સેના હાલમાં “ડિકેડ ઓફ ટ્રાન્સફોર્મેશન” પહેલ હેઠળ ફર્સ્ટ રેજિમેન્ટ બટાલિયન, દિવ્યાસ્ત્ર બેટરીઓ, શક્તિમાન રેજિમેન્ટ અને ભારત બટાલિયન જેવી અત્યાધુનિક ટેકનોલોજી-આધારિત સૈન્ય સંરચનાઓ વિકસાવી રહી છે.

Army Chief Warning: શું હતું ‘ઓપરેશન સિંદૂર’?
કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલા (જેમાં 26 લોકોના મોત થયા હતા) ના જવાબમાં ભારતીય સેનાએ આ ભયાનક જવાબી કાર્યવાહી કરી હતી.
- 6-7 મેની રાત્રે ભારતીય સેનાએ માત્ર 24 મિનિટમાં PoK માંથી ઓપરેટ થતા 9 મુખ્ય આતંકી લોન્ચપેડ નષ્ટ કર્યા હતા.
- સેટેલાઇટ ઇમેજીસ અનુસાર, ભારતે પાકિસ્તાનના સરગોધા, નૂર ખાન, ભોલારી અને સુક્કુર એરબેઝને પણ નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
- આ ઓપરેશનમાં 100થી વધુ પાકિસ્તાની જવાન અને કુખ્યાત આતંકીઓ માર્યા ગયા હતા, જેના બાદ 10 મેના રોજ યુદ્ધવિરામ જાહેર થયો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




