અર્જુન મોઢવાડીયા નહિ જોડાય ભાજપમાં ! કર્યું ખંડન  

0
140
Arjun Modhwadia
Arjun Modhwadia

Arjun Modhwadia  : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાંપક્ષપલટાનો માહોલ જામતો જાય છે. થોડા સમય પહેલા જ ગુજરાત કોંગ્રેસનાવિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તેની પહેલા આમઆદમી પાર્ટી (આપ)ના ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો, એવામાંકોંગ્રેસમાંથી પણ અમુક ધારાસભ્યોના રાજીનામા પડવાની અટકળો વહેતી થઇ છે.

Table of Contents

Arjun Modhwadia

Arjun Modhwadia : છેલ્લાં કેટલાક સમયથી પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.   સૂત્રો દ્વારા મળતી માહિતી અહેવાલ મળ્યા હતા કે અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, હવે તેમણે સ્પષ્ટતા કરીને આ વાત નકારી કાઢી છે.

Arjun Modhwadia : હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું

Arjun Modhwadia

Arjun Modhwadia  : આ દરમિયાન તેમણે પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે આ અંગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે ‘મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.

ઉલ્લેખનીય છે કે ભાજપમાં હાલ ભરતીમેળો ચાલી રહ્યો છે અને આજે જહિંમતનગર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલા કોંગ્રેસ નેતા વિપુલપટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ચુક્યા છે.

Arjun Modhwadia

તેમની સાથે અરવલ્લીના મેઘરજ જિલ્લા પંચાયતના સભ્ય જતીન પંડ્યાઅને મહિલા મોરચા પ્રમુખ રૂપલબેન પંડ્યા અને મહુધાના પૂર્વ ધારાસભ્યઇન્દ્રજિતસિંહ ઠાકોરે પણ કેસરિયા કર્યા છે. આ સાથે જ સ્થાનિક સ્તરેકોંગ્રેસ અને આપના ઘણા કાર્યકર્તાઓ, પંચાયત પ્રમુખો, હોદ્દેદારો અને વિવિધસમાજના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

તમે આ પણ વાંચી શકો છો

ALIA BHATT SAREE : રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા આલિયાએ પહેરી આ અનોખી સાડી, બનતા લાગ્યા હતા 100 કલાક


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.