Appointment letters: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા કુલ 1990 જેટલા ઉમેદવારોને ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. ગુજરાત સરકારમાં જોડાઈ રહેલા આ નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પત્ર પાઠવ્યો હતો.
Appointment letters: નવનિયુક્ત 1990 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત
ગાંધીનગરમાં આજે વર્ગ 2 અને વર્ગ 3માં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણુંક પત્રો (Appointment letters) એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું, સરકારી નોકરી મળી જાય એટલે શાંતિ એવું લોકોના મનમાં બેસી ગયું છે. સરકારી નોકરીની આ માનસિકતા બદલવાની જરૂર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું, હસમુખ પટેલની કામ કરવાની પદ્ધતિ નિયમ અનુસાર ગરબડી વિના સમયસર કામ પૂરું કરે છે એટલે એમને તમે પસંદ કરો છો. કામ થઈ જવું જરૂરી નથી, પણ કોઈનું કામ નહિ થાય તો તેને સ્પષ્ટતા આપવી જરૂરી છે. પ્રધાનમંત્રીના સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધવા ગુજરાત લીડ લેશે.
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. ભારતના અમૃતકાળમાં આજે નવનિયુક્ત થયેલા ઉમેદવારોએ કરેલા સંકલ્પો અને રાષ્ટ્રીય હિતમાં લીધેલા નિર્ણયો રાષ્ટ્રના વિકાસને વેગ આપશે. સાથે જ આ જવાબદારી નવી તકો અને પડકારો પણ લાવશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો