મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વધુ એક ગૌરવ સિદ્ધિ

0
67
Another proud achievement of the state government under the leadership of Chief Minister Bhupendra Patel
Another proud achievement of the state government under the leadership of Chief Minister Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વધુ એક ગૌરવ સિદ્ધિ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ૬ જિલ્લાઓ ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે પ્લેટિનમ પ્રમાણપત્ર એનાયત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વધુ એક ગૌરવ સિદ્ધિ હાસલ કરી છે. રાજ્યમાં મહેસૂલી સેવાઓ ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી માટે તમામ ૬ કેટેગરીમાં ગુજરાતને સૌથી ઉચ્ચ ‘પ્લેટિનમ સર્ટિફિકેટ’ એવોર્ડ મળ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે ગુજરાતના ૩ આદિજાતિ જિલ્લા સહિત કુલ ૬ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના હસ્તે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આ ૬ જિલ્લાઓને ‘ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ એનાયત કરાયા હતા. વડાપ્રધાનએ સરકારી યોજનાના લાભથી છેવાડાનો કોઈપણ નાગરિક વંચિત ન રહે તે માટે વર્ષ ૨૦૨૨ના બજેટ પછી યોજાયેલા વેબિનાર મારફતે ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત, ૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ મંત્રી પરિષદની બેઠકમાં પણ પ્રધાનમંત્રીશ્રીએ યોજનાના તમામ ઘટકોના ૧૦૦ ટકા સેચ્યુરેશન માટે તેમણે આહવાન કર્યું હતું. તેના ભાગરૂપે ડિજિટલ ટેકનોલૉજીના ઉપયોગથી જમીનના રેકોર્ડ્સની આધુનિક, સર્વગ્રાહી અને પારદર્શક સિસ્ટમ બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા પણ લોકસુખાકારીની સ્કીમથી એક પણ નાગરિક તેનાથી વંચિત ન રહી જાય તેના પર ભાર મૂકવા સૂચન કરવામાં આવ્યું છે.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ’-DILRMP હેઠળ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ ૬ કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના ૬ જિલ્લા અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રેકર્ડ ડિજિટાઇઝેશન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝીલી લીધું છે.

ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે, મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે. તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે.