સરહદ પારની વધુ એક પ્રેમ કહાની : ચીની મહિલા પ્રેમીને મળવા પહોંચી પાકિસ્તાન

0
84
પ્રેમ
પ્રેમ

સીમા પાર પ્રેમ કહાનીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ પ્રેમ ભારત પાકિસ્તાનમા નહી પણ ચીન પાકિસ્તાનમાં જોવા મળ્યો છે.  જેમાં એક ચીની મહિલા પાકિસ્તાની યુવકના પ્રેમ માં પડી ગઇ. સોશિયલ મીડિયા પર મળ્યા બાદ આ મહિલા યુવકને મળવા પાકિસ્તાનમાં પહોંચી ગઇ છે. 

મળતી માહિતી પ્રમાણે આ ચીની મહિલાનું નામ ગાઓ ફેંગ છે, આ મહિલા બુધવારે ત્રણ મહિનાના વિઝા પર ચીનથી ગિલગિટ થઈને ઈસ્લામાબાદ પહોંચી હતી. આ ચીની યુવતીની ઉંમર 21 વર્ષ છે જેને લેવા માટે તેનો 18 વર્ષીય મિત્ર જાવેદ આવ્યો હતો, જે અફઘાનિસ્તાનની સરહદે આવેલા બાજૌર આદિવાસી જિલ્લાનો છે. બાજૌરમાં સુરક્ષાની સ્થિતિને કારણે, જાવેદ તેની મિત્રને તેના વતન લઈ જવાને બદલે, તેને લોઅર ડીર જિલ્લાના સમરબાગ તાલુકામાં તેના મામાના ઘરે લઈ ગયો.

anil cjime1

મિત્રતા પ્રેમમાં બદલાઇ?

પોલીસના જણાવ્યા અનુસાર, બંને છેલ્લા ત્રણ વર્ષથી ‘સ્નેપચેટ’ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને આ દરમિયાન તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

લોઅર ડીર જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચીની મહિલાને  સમરબાગ વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. જોકે, મહોરમ અને વિસ્તારમાં સુરક્ષાના કારણોસર તેને ખુલ્લામાં ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

અગાઉ, ભારતના રાજસ્થાન રાજ્યની 34 વર્ષની અંજુ તેના 29 વર્ષીય પાકિસ્તાની મિત્ર નસરુલ્લાને મળવા માટે ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લામાં પહોંચી હતી.જે બાદ અંજુએ ઈસ્લામ કબૂલ કરી નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા.