ઓગસ્ટ થી બદલાઇ જશે અનેક નિયમો, તમારા ખિસ્સાને કરશે ખાલી, જાણી લો નિયમ

0
55
ઓગસ્ટ
ઓગસ્ટ

દરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે. ઓગસ્ટ માં પણ અમુક આવા જ પરિવર્તન થવાના છે, જેની આપણા ખિસ્સા અને માસિક બજેટ પર સીધી અસર પડશે. જુલાઈનો મહિનો પૂરો થવાનો છે. ચાર દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. 1 ઓગસ્ટથી રૂપિયા સંબંધિત કેટલાક નિયમોમાં પરિવર્તન થવાનું છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. 

LPGના નિયમ બદલાઈ શકે છે

સરકાર તરફથી દર મહિનાની શરૂઆતમાં LPGના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકારી ઓયલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે-સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ પરિવર્તન કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીની કિંમતમાં પરિવર્તન કરે છે. આ સિવાય પાઈપ્સ નેચરલ ગેસ (PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ની કિંમતમાં પણ પરિવર્તન થઈ શકે છે. 

gash

ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક બંધ રહેશે

આગામી મહિને ઘણા તહેવાર આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં બેન્કોમાં રજાઓ ખૂબ જ છે. રક્ષાબંધન, મોહરમ અને ઘણા અન્ય તહેવારોના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેન્ક કુલ 14 દિવસ બંધ રહેશે. સાથે જ શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તમે રિઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ પર જઈને બેન્ક રજાઓની યાદીને ચેક કરી શકે છે. 

ITR માટે દંડ ભરવો પડશે

નાણાકીય વર્ષ 2022-23 માટે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 છે. આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેમણે પોતાના એકાઉન્ટને ઓડિટ કરાવ્યુ નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ નહીં કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. ટેક્સપેયર્સે મોડેથી આઈટીઆર ફાઈલ કરવા પર 1,000 રૂપિયા અને 5,000 રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.