HomeDeshકેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા-શોકમા પરિવાર

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા-શોકમા પરિવાર

વિદેશમાં ગુજરાતીઓના મોતના સમાચાર આવતા હોય છે ત્યારે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ કેનેડામાં મળી આવ્યો હતો. મુળ અમદાવાદના હર્ષ પટેલ વર્ષ 2022માં કેનેડા અભ્યાસ અર્થે ગયો હતો. હર્ષ પટેલ બે દિવસથી ગુમ થયો હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કેનેડામાં ગુજરાતી યુવકનું મોત થતા પરીવાર પર જાણે શોકનું મોજું ફરી વળ્યુ હતું. હર્ષ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરતો હતો. તમને જણાવી દઇએ કેકેનેડામાં અભ્યાસ અર્થે ગયેલો મૂળ અમદાવાદનો ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થયો ગયો હતો. આ બાદ ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરતા તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ અમદાવાદનો 26 વર્ષીય હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો અને લાંબી શોધખોળ બાદ ટોરેન્ટોમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હર્ષન પટેલના મોતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. હર્ષનો પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ ગૂમ છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments