Ankleshwar News  : બોર્ડની પરીક્ષામાં વિધાર્થીનીઓ પાસેથી હિજાબ હટાવાયો, વિવાદ વધતા આચાર્યને સસ્પેન્ડ કરાયા  

0
448
Ankleshwar News
Ankleshwar News

Ankleshwar News  : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થિનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતાં વિવાદ સર્જાયો હતો, જેથી વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તન અંગેની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ CCTV ચેક કરતાં વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જવાબદાર અધિકારીની બદલી કરવામાં આવી હતી.

Ankleshwar News   : બોર્ડની પરીક્ષા દરમિયાન સર્જાયો વિવાદ

Ankleshwar News


અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી લાયન્સ સ્કૂલ ખાતે ગતરોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપર દરમિયાન કેટલીક મુસ્લિમ સમાજની વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાતા ન હોવાથી સુપરવાઈઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના આપવામાં આવી હતી. એ બાદ સર્જાયેલા વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થિનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા.

Ankleshwar News  : દીકરીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું


વાલીઓએ જણાવ્યું હતું કે લાયન્સ સ્કૂલના આ પગલાથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી, જેના કારણે ભારે ઊહાપોહ મચ્યો હતો. વાલીઓ જણાવી રહ્યા હતા કે દીકરીઓ જાણે ગુનેગાર હોય એવું વર્તન કરાયું હતું. આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસની માગ કરવામાં આવશે.

Ankleshwar News  : દીકરીઓનું માનસિક મનોબળ તોડવાનો પ્રયાસ

Ankleshwar News


ઉપરોકત વિષય અન્વયે વાલીઓએ કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે રજૂઆતકર્તાની દીકરી લાયન્સ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા ગઈ હતી, જ્યા ગત રોજ ગણિતના પેપરમાં પરીક્ષા ખંડમાં બેસતા પહેલાં તમામ છોકરીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. એમાં જે છોકરીઓએ બુરખો તથા ઓઢણી પહેરેલી હતી, તેમનું ચેકિંગ કરવા માટે તેમનો બુરખો તથા ઓઢણી છીનવી લેવામાં આવી હતી. જોકે ચેકિંગ થયા બાદ પણ તેમને બુરખો કે ઓઢણી પરત આપવામાં આવ્યાં ન હતાં. જેથી સ્કૂલના આવા વર્તનથી વિદ્યાર્થિનીઓ ડઘાઈ ગઈ હતી અને શરૂઆતમાં પેપર આપવાને બદલે અડધો કલાક સુધી રડતી રહી હતી. પ્રિન્સિપલ દ્વારા આવી હરકત કરી દીકરીઓનું માનસિક મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી.

Ankleshwar News  : દીકરીઓ અડધો કલાક સુધી રડતી રહી

Ankleshwar News


લાયન્સ સ્કૂલના ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ દ્વારા કરવામાં આવેલી આ હરકતને લીધે પરીક્ષા સમયે દીકરીઓ માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગઈ હતી, જેના લીધે તેનું પેપર પણ ખરાબ ગયું હતું. પ્રિન્સિપાલની આવી હરકતોથી દીકરીઓની આખા વર્ષની મહેનત ખરાબ થઈ હતી, જેથી પિન્સિપાલ સામે કાયદેસરની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાની રજૂઆત કરાઈ હતી.

Ankleshwar News  : હંગામા બાદ અધિકારીની બદલી


જોકે આ વિવાદાસ્પદ મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજીએ જણાવ્યું હતું કે આ અંગે વાલી તરફના અરજદાર નાવેદ મલેક દ્વારા અરજી આપવામાં આવી છે. તો બીજી તરફ શાળાના આચાર્ય સાથે વાત કરતાં તેમણે બોર્ડની ગાઈડલાઇન મુજબ CCTV કેમેરામાં પરીક્ષાર્થીઓના ચહેરા દેખાય એ માટે માત્ર નકાબ હટાવડાવ્યો હતો, એવું જણાવ્યું હતું. જોકે CCTV ચેક કરતાં વાલીઓની ફરિયાદ સાચી ઠરી હતી. જેથી ગેરવર્તન કરનાર સુપરવાઇઝરની અન્ય પરીક્ષા કેન્દ્ર ખાતે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાઈ એ રીતે આ મામલે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો