Vadodra BJP : સતત ત્રીજીવાર વડોદરા સાંસદને રીપીટ કરાતા ભડક્યા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ, પ્રેસ કોન્ફરન્સ કરે એ પહેલા પાર્ટીએ કર્યા સસ્પેન્ડ   

0
86
Vadodra BJP
Vadodra BJP

Vadodra BJP  :ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રિય નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલજીની સૂચનાથી ડોક્ટર જયોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સસ્પેન્ડ માટે પ્રેસનોટમાં કોઈ સત્તાવાર કારણનો ઉલ્લેખ નથી.

Vadodra BJP

Vadodra BJP  : વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન પાંચ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાનાં હતાં. જોકે પાર્ટીએ એ પહેલાં જ 4.30 વાગ્યે તાત્કાલિક ધોરણે તેમની હકાલપટ્ટી કરી. એટલે હવે ભાજપનાં મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપનાં મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરનાં મેયર રહી ચૂક્યાં છે.

Vadodra BJP

 Vadodra BJP   : પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ જ્યોતિબેન રહી ચૂક્યા છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રચારક પણ જ્યોતિબેન રહી ચૂક્યા છે.  તેઓ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે,વડોદરા લોકસભા બેઠક માટે જ્યોતિબેન  ઉમેદવાર તરીકેની ચર્ચામાં હતા. રંજનબેનને ત્રીજી વખત રિપિટ કરાતા જ્યોતિબેન નારાજ થયા હોવાથી તેઓ કોઇ વિરોધ વ્યક્ત કરે કે નારાજગી વ્યક્ત કરે પહેલા જ પાર્ટીએ એકશન લેતા તેમને સસ્પન્ડ કર્યાં છે.  

Vadodra BJP   : કયા કારણોસર રિપીટ કરવામાં આવ્યા?

Vadodra BJP


વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા આ બેઠક માટે દાવો કરનાર ભાજપના મહિલા અને પુરૂષ હોદ્દાદારોમાં ભારે નારાજગી જોવા મળી છે. જોકે, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યાક્ષ ડો. જ્યોતિબહેન પંડ્યાએ સવારે પ્રદેશ ભાજપ મોવડી મંડળ સામે વડોદરા બેઠક ઉપરથી ટિકીટ ન મળતા નારાજગી દાખવતા બપોરે તેઓને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તે બાદ ડો. જ્યોતિબહેન પંડ્યાએ પત્રકાર પરિષદ કરીને ભાજપમાં ચાલતી જૂથબંધી અને સાંસદ રંજનબહેન ભટ્ટને કયા કારણોસર રિપીટ કરવામાં આવ્યા? તેવા સવાલો ઉઠાવ્યા હતા.

નોંધનિય છે કે, ભાજપ ગુજરાત લોકસભાની 26 બેઠકમાંથી 22 બેઠક પર તેમના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે. પ્રથમ યાદીમાં 15 નામ જાહેર કરવામાં આવ્યાં હતા જ્યારે ગઇકાલે જાહેર થયેલી યાદીમાં સાત નામ જાહેર કરવામાં આવ્યા હતા.  

Vadodra BJP   : ભાજપની બીજી યાદી જાહેર

  • સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
  • અમદાવાદ પૂર્વથી  હસમુખ પટેલને ટિકિટ
  • ભાવનગરથી ભાજપ  નિમુબેન બાંભણિયા
  • વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
  • સુરતથી મુકેશ દલાલને ટિકિટ
  • છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
  • વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.