આંધ્રપ્રદેશમાં ઊભેલી પેસેન્જર ટ્રેન સાથે એક્સપ્રેસ ટ્રેનની ટક્કર, 3 લોકોના મોત

0
211
Train Accident Express train collides with passenger train
Train Accident Express train collides with passenger train

Andhra Pradesh Train Accident : આંધ્રપ્રદેશમાં એક એક્સપ્રેસ ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, પલાસા એક્સપ્રેસ ટ્રેને ઉભી રહેલી પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમથી રાયગડા જઈ રહી હતી. ઓવરહેડ કેબલ તૂટવાને કારણે ટ્રેન ઊભી રહી ગઈ હતી. પ્રાપ્ત માહિતીનુસાર પાછળથી આવતી ટ્રેને ઊભી રહેલી ટ્રેનને જોરદાર રીતે અથડાઈ હતી, આ અથડામણ બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત (Train Accident) વિજિયાનગરમ જિલ્લામાં થયો હતો.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન રેડ્ડીએ અકસ્માતમાં (Train Accident) થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, “મુખ્યમંત્રીએ વિજિયાનગરમ જિલ્લામાં કંટકપલ્લી ટ્રેન દુર્ઘટનાની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક રાહત પગલાં લેવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.”

વધુમાં જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીએ વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લેના નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવા અને નજીકની હોસ્પિટલોમાં તબીબી સારવાર પૂરી પાડવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની પણ સલાહ આપી છે. તેમને આ ઘટના અંગે સમયાંતરે માહિતી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.”

ઉલ્લેકનીય છે કે, થોડા મહિના પહેલા ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં 280 થી વધુ લોકોના મોત થયા હતા. ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.