HomeUncategorizedમહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય,કર્ણાટકના 865 ગામને મળશે આરોગ્યની સેવાઓનો ભાભ

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય,કર્ણાટકના 865 ગામને મળશે આરોગ્યની સેવાઓનો ભાભ

મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક સાથે ચાલતા સરહદ વિવાદ વચ્ચે પડોશી રાજ્યના 865 ગામોને આરોગ્ય સેવાની યોજનાનો લાભ આપવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે આ અંગે પ્રસ્તાવ  જારી કર્યો છે.જેમાં મહારાષ્ટ્ર સરકારની વિવિધ આરોગ્ય સેવાનો લાભ 12 તાલુકાના 865 ગામને આપવામાં આવશે આ પ્રસ્તાવમાં 996 પ્રકારના રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની સારવાર માટે ત્યાંના પરિવારોને પ્રતિ વર્ષ 1.50 લાખ રૂપિયા સુધીનો મેડિકલ વીમો મળશે. આ સાથે લોકો નિષ્ણાતોની સલાહ પણ લઈ શકશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઘણી હોસ્પિટલોને માન્યતા આપી છે જ્યાં લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments