કીવમાં તેજ પ્રકાશ દેખાતા લોકોમાં ભયનો માહોલ

0
59

નાસાનો સેટેલાઈટ ધરતી પર પડતા બની હતી ઘટના

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. તે વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં આકાશમાં જોવા મળેલ તેજ પ્રકાશના કારણે લોકો વધુ ભયભીત બન્યા હતા. યુક્રેનની એરફોર્સને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. જોકે બાદમાં જાણકારી મળી હતી કે, નાસાનો એક સેટેલાઈટ ધરતી પર ખાબક્યો ત્યારે વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ ઘર્ષણના કારણે તે સળગી ઉઠ્યો હતો અને આકાશમાં તેના કારણે પ્રકાશ જોવા મળ્યો હતો. ઘટનાની સંપૂર્ણ માહિતી મળ્યા બાદ લોકોએ હાશકારો લીધો.