મુસાફરોના જીવ જોખમમાં મુકતો AMTSનો દારુડીયો ડ્રાઈવર

0
234

AMTS બસનો ડ્રાઇવર ચાલુ નોકરીએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના તંત્રના પોકળ દાવાઓ અને દારૂબંધી કાયદાના ધજાગરા ઉડાડતા કિસ્સાઓ રાજ્યભરમાંથી રોજેરોજ સામે આવે છે ત્યારે અમદાવાદમાં AMTS બસનો ડ્રાઇવર ચાલુ નોકરીએ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. ત્યારે હોબાળો થયો હતો અગાઉ પણ ડ્રાઈવરો ચાલુ નોકરીએ દારૂ પીધેલા હોવાના કિસ્સા બન્યા હતા. ડ્રાઈવરો દારૂ પી બસ ચલાવે છે અને બસમાં અવરજવર કરતા મુસાફરોના જીવને જોખમમાં મુકે છે. જાહેર જનતાની સેવા માટે તંત્ર દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર્યરત હોય ત્યારે હાજર અધિકારીઓ શું પગલા ભરેછે તે જોવાનું રહ્યું.. અહી ઉલ્લેખનીય છેકે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ તાજેતરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા વિડીઓ વાઈરલ થયા હતા તેમાં દારૂ અહી નહિ બાજુમાં મળે છે તેવા બોર્ડ પણ સ્થાનિકોએ પોતાના ઘર બહાર લગાવ્યા હતા ત્યારે સ્થાનિક તંત્ર ની મજાક રાજ્યભરમાં થઇ હતી અને ગુજરાતની અબ્રુના લીરેલીરા ઉડ્યા હતા . હવે જોવાનું એ રહે છે કે ગુજરાતની દારૂબંધી સાચા અર્થમાં યથાર્થ રહેશે કે દાવાઓ હરહમેશની જેમજ માત્રને માત્ર પોકળ સાબિત થશે . વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઈવ વધુ સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ