AMRELI NEWS :   ચૂંટણી ફરજમાં મહિલા કર્મચારીનું મોત, હાર્ટએટેકથી મોત થયાનું અનુમાન   

0
74
AMRELI NEWS
AMRELI NEWS

AMRELI NEWS :  ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાની અમરેલીના જાફરાબાદથી એક દુઃખદ સમાચાર સામે આ્વ્યા છે. જાફરાબાદમાં ચૂંટણી ફરજ બજાવતા એક મહિલા કર્મચારી ઓચિંત જ ઢળી પડ્યા હતા. અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

AMRELI NEWS

AMRELI NEWS :    જાફરાબાદ શહેરની સાગર સ્કૂલમાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક ઢળી પડ્યા હતા. જે બાદ તેમણે ઈમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.પ્રાથમિક અનુમાન મુજબ મહિલાનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. મહિલા કર્મચારીના મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

AMRELI NEWS

AMRELI NEWS :   અમરેલી બેઠક ઉપર   સવારે 7 વાગે મતદાન શરૂ શરૂ થઈ ગયું હતું . જે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. અમરેલી બેઠક ઉપર કુલ,17,31,040 મતદારો છે, જેમાં પુરુષ મતદારો 8,94,831 જ્યારે સ્ત્રી મતદારો 8,36,183 છે. કુલ 1841 મતદાન મથકો છે.

AMRELI NEWS :  અમરેલી બેઠક પર ખરાખરીનો જંગ

AMRELI NEWS

AMRELI NEWS :   લોકસભા બેઠક ઉપર 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી, રાજુલા, મહુવા, ગારીયાધાર વિધાનસભાના મતદારો અમરેલી બેઠક માટે મતદાન કરશે, આ બેઠક પર આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.