Home Desh Amit Shah : પહેલગામ એટેકનાં આંતકીઓનો કેવી રીતે થયો સફાયો? કેન્દ્રીય ગૃહમંત્રી...

Amit Shah : પહેલગામ એટેકનાં આંતકીઓનો કેવી રીતે થયો સફાયો? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી#AmitShah #PahalgamAttack #OperationMahadev

0
354

Amit Shah : ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ પહેલગામ એટેકનાં આતંકીઓનો ખાતમુહૃત

Delhi : 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનાં (Pahalgam Terrorist Attack) ગુનેગારોને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે (J&K Police) ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓના નામ સુલેમાન, અફઘાની અને ગિબરાન છે. ત્રણેય લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા અને ‘એ-લિસ્ટ’ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતા. પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સુલેમાન હતો.

Amit Shah

Amit Shah : ત્રણેય મુખ્ય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા

તેમણે કહ્યું, “બૈસરન ખીણમાં આપણા નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકો હવે ઠાર મરાયા છે.” ગૃહમંત્રીએ આ સફળ કાર્યવાહી માટે સુરક્ષા દળોને અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે, પહેલગામ હુમલાનાં થોડા કલાકો પછી તેઓ પોતે શ્રીનગર પહોંચ્યા હતા અને સતત બે દિવસ સુધી સુરક્ષા સમીક્ષા બેઠકો યોજી હતી. 22 મેના રોજ ગુપ્તચર એજન્સીને માહિતી મળી હતી કે આ આતંકવાદીઓ દાચીગામ વિસ્તારમાં છુપાયેલા છે. આ પછી, IB અને સેનાએ આતંકવાદીઓની વાતચીતને ટ્રેક કરવા માટે ખાસ મશીનોનો ઉપયોગ કર્યો. 22 જુલાઈના રોજ, પુષ્ટિ થઈ કે આતંકવાદીઓ આ વિસ્તારમાં હતા. આ પછી, સેના (Indian Army), CRPF અને પોલીસે સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું અને ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા.

Amit Shah : આતંકવાદીઓને કેવી રીતે ઓળખવામાં આવ્યા?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આગળ જણાવ્યું કે, આતંકવાદીઓને ઠાર કર્યા પછી, તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. જેમણે આ આતંકવાદીઓને છુપાવ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા ત્યારે ધરપકડ કરાયેલા લોકોને તેમની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું. ઉપરાંત, આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલી રાઇફલ્સ, એક M9 અને બે AK-47 ચંદીગઢની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે. ત્યાં, તે જ રાઇફલ્સમાંથી ફાયરિંગ કરીને ગોળીઓનાં શેલ કાઢવામાં આવ્યા હતા અને તેમની સરખામણી પહેલગામ હુમલાનાં સ્થળેથી મળેલી ગોળીઓ સાથે કરવામાં આવી હતી. બંને ગોળીઓ મેળ ખાતી હતી.

Amit Shah : ‘મેડ ઇન પાકિસ્તાન ચોકલેટ્સ જપ્ત’

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 100 ટકા પુષ્ટિ થઈ છે કે આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલા હથિયારો પહેલગામમાં (Pahalgam Terrorist Attack) ઉપયોગમાં લેવાયેલા હતા. તેમણે કહ્યું કે, આ ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના નક્કર પુરાવા છે. બે આતંકવાદીઓના પાકિસ્તાની વોટર આઈડી નંબર મળી આવ્યા છે અને તેમની પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ્સ પણ જપ્ત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Amit Shah : પહેલગામ એટેકનાં આંતકીઓનો કેવી રીતે થયો સફાયો? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી#AmitShah #PahalgamAttack #OperationMahadev
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે