America’s debt : અમેરિકામાં સંઘીય સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું 34,000 અબજ ડૉલરને વટાવી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. દેશ પરના દેવાનો આ આંકડો જોતાં એ સમજી શકાય છે કે આવનારા વર્ષોમાં સરકારે દેશના વહીખાતાં સુધારવા માટે રાજકીય અને આર્થિક મોરચે અનેક પડકારો ઝિલવા પડશે.
America’s debt : નાણા વિભાગે રિપોર્ટ જાહેર કર્યો
અમેરિકી નાણા વિભાગે મંગળવારે દેશની આર્થિક સ્થિતિ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તે રાજકીય રીતે વિભાજીત દેશ માટે તણાવ પેદા કરનારો હતો. રિપોર્ટ મુજબ વાર્ષિક બજેટ વિના સરકારના કામકાજનો અમુક હિસ્સો ઠપ થઇ શકે છે. રિપબ્લિક સાંસદો અને વ્હાઈટ હાઉસે ગત વર્ષે જૂનમાં દેશની લોનમર્યાદાને અસ્થાયી રીતે હટાવવા પર સંમતિ વ્યક્ત કરી હતી જેનાથી ઐતિહાસિક ચૂક કે ડિફોલ્ટ થવાનું જોખમ ટળી ગયું હતું. આ સમજૂતી જાન્યુઆરી, 2025 સુધી ચાલશે.
America’s debt : લક્ષ્ય કરતાં 5 વર્ષ વહેલાં આટલું દેવું થઈ ગયું
અમેરિકાનું રાષ્ટ્રીય દેવું (America’s debt) ખૂબ જ ઝડપથી વધ્યું છે. જાન્યુઆરી 2020માં કોંગ્રેસના બજેટ કાર્યાલયે અનુમાન કર્યું હતું કે વર્ષ 2028-29 માં અમેરિકાનું કુલ દેવું 34,000 અબજ ડૉલર પર પહોંચી જશે. જોકે 2020માં કોરોના મહામારી શરૂ થવાને કારણે અમેરિકાનું દેવું આ સ્તરે 4-5 વર્ષ વહેલુ પહોંચી ગયુ છે.
America’s debt : દેવું વધતાં દેશ પર શું અસર થશે?
રાષ્ટ્રીય દેવું વધવાની હાલ અમેરિકી અર્થવ્યવસ્થા પર કોઈ અસર દેખાઈ રહી નથી કેમ કે રોકાણકારો સંઘીય સરકારને લોન આપવા તૈયાર છે. આ દેવું સરકારને ટેક્સ વધાર્યા વિના કાર્યક્રમો પર ખર્ચ જારી રાખવાની મંજૂરી આપે છે. જોકે નિષ્ણાતો માને છે કે આવનારા દાયકામાં દેવાનો આ માર્ગ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા અનેક મોટા કાર્યક્રમો સામે જોખમ પેદા કરશે.
જાપાનનું સૌથી મોટું દેવું
જો ડોલર અથવા નાણાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો, યુએસ પર સૌથી વધુ રાષ્ટ્રીય દેવું છે. પરંતુ જો તેને જીડીપીના પ્રમાણમાં જોવામાં આવે તો વિશ્વના વિકસિત દેશોમાં જાપાન સૌથી વધુ દેવું ધરાવતો દેશ છે. જાપાન પર તેની જીડીપીની સરખામણીમાં 260 ટકા દેવું છે. યુએસ પર તેની જીડીપીની સરખામણીમાં 121 ટકા દેવું છે.
તમે આ પણ વાંચી શકો છો
Petrol price hike : શું મનમોહન સરકાર કરતા મોદી સરકાર તમને વધુ લુંટી રહી છે?