અમદાવાદ રામોલ લૂંટ #amdavad #ramol #lunt #attack #gujaratpolice #police – અમદાવાદના રામોલ લૂંટ અને અપહરણ કેસના મુખ્ય આરોપી સંગ્રામે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા માટે પોલીસ અધિકારીની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ફાયરિંગ થતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. આ સમગ્ર ઘટના અંગે ક્રાઈમ બ્રાંચના જેસીપીએ નિવેદન આપ્યું હતું કે, રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને અપહરણ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.
આ કેસમાં કુલ 6 આરોપીઓ હતા, જેમાંથી સંગ્રામ અને તેનો એક સાગરિત મુખ્ય આરોપી હતા. તેમના ગુનાહિત ઇતિહાસને કારણે તેમને અલગ વાહનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસ ટીમ આરોપી સંગ્રામને ક્રાઈમ બ્રાંચ લઈ જઈ રહી હતી. ગાડીમાં પીઆઈ એસ.જે. જાડેજા અને બે કોન્સ્ટેબલ હાજર હતા. આ સમયે આરોપી સંગ્રામે અચાનક પીઆઈ જાડેજાની સર્વિસ રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ રામોલ લૂંટ કેસનો મામલો
મુખ્ય આરોપી સંગ્રામ ઝડપાયો

આરોપીએ પોલીસ પર કર્યો હતો હુમલો
બંદૂક છીનવવાના પ્રયાસમાં કર્યુ હતુ ફાયરિંગ
આ ઝપાઝપી દરમિયાન બે રાઉન્ડ ફાયર થયા હતા, જેમાંથી એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. ગોળી વાગતા આરોપી સંગ્રામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતુ. આ ઘટનામાં પીઆઈ જાડેજા અને એક કોન્સ્ટેબલને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. હાલમાં આરોપી સંગ્રામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સંગ્રામ પર હાલ લૂંટ અને બે મર્ડર સહિત કુલ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
તે એક ગેંગ પણ ઓપરેટ કરતો હતો. ચોંકાવનારી વાત એ છે કે સંગ્રામે મિલિટરી ટ્રેનિંગ પણ લીધી છે અને તેને બંદૂક ચલાવતા અને અનલોક કરતા સારી રીતે આવડે છે. તે ફરાર થઈને તેના વતન ઉત્તર પ્રદેશ જવાના પ્લાનિંગમાં હતો.
Ahmedabad-ઈન્દોર હાઈવેની હાલત કફોડી. રિપેરિંગ બાદ ફરી તૂટ્યો. ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન.
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ