AMBALAL PATEL : આ તારીખથી જ ગુજરાતમાં થશે વરસાદની એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી  

0
186
Gujarat Weather: 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
Gujarat Weather: 30 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

AMBALAL PATEL : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળો તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે ગરમીથી હાયતોબા પોકારી ઉઠેલા લોકો માટે બહુ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં જલ્દીથી જ વરસાદની એન્ટ્રી થશે તેની આગાહી કરી દીધી છે, અંબાલાલ પટેલને આગાહી પ્રમાણે  રાજ્યમાં અગામી સપ્તાહે વરસાદ પડવાની પૂરે પૂરી સંભાવના છે,    

AMBALAL PATEL

AMBALAL PATEL :  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં જલ્દી જ પ્રી મોનસુન એક્ટીવીટી શરુ થશે,  દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતનાં વિસ્તારમાં પ્રિ મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતનાં ભાગોમાં પણ આગામી સપ્તાહે સારો વરસાદ થઈ શકે છે.

આણંદ, વડોદરા, નડીયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. પંચમહાલનાં ભાગો તથા સાબરકાંઠાનાં ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.

AMBALAL PATEL

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. ૪ જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસુ સારૂ રહેશે. સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ પડશે.

AMBALAL PATEL :  હવામાન વિભાગની શું છે આગાહી ?

AMBALAL PATEL

AMBALAL PATEL :  ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે, જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે. સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વરસાદ 4% ની મોડલ ભૂલ સાથે લાંબા ગાળાની સરેરાશના 106% થવાની સંભાવના છે. આમ, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે.” 

ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે લા નીનાની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે આ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહીને અનુરૂપ છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. IMDનું કહેવું છે કે આગામી 5 દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ જ કેરળમાં પહોંચશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો