રાજ્યસભાની તમામ 12 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર, એનડીએ બહુમતીના આંકડા સુધી પહોંચ્યું

0
124
રાજ્યસભાની તમામ 12 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર, એનડીએ બહુમતીના આંકડા સુધી પહોંચ્યું
રાજ્યસભાની તમામ 12 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર, એનડીએ બહુમતીના આંકડા સુધી પહોંચ્યું

Rajya Sabha: રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું . નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112 પર પહોંચી ગયું છે. અન્ય બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં એનડીએના ઘટકપક્ષો એનસીપી (અજિત પવાર જૂથ)ના નીતિન પાટીલ અને રાષ્ટ્રીય લોક મંચના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધનને છ નોમિનેટેડ સભ્યો અને એક અપક્ષ સભ્યનું સમર્થન પણ છે.

રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે. રાજ્યસભામાં હાલની સ્થિતિ મુજબ બહુમત માટે ૧૧૯ બેઠક જરૂરી છે. ભાજપ પાસે હવે ૯૬ જ્યારે એનડીએ પાસે કુલ ૧૧૨ બેઠકો છે. આ ઉપરાંત છ નિમાયેલા સાંસદો અને એક અપક્ષનો પણ ટેકો છે.

Rajya Sabha: રાજ્યસભાની તમામ 12 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર
Rajya Sabha: રાજ્યસભાની તમામ 12 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર

Rajya Sabha: રાજ્યસભાની બેઠકો

રાજ્યસભામાં 245 બેઠકો છે, જોકે હાલમાં આઠ બેઠકો જમ્મુ-કાશ્મીરમાંથી ચાર અને ચાર નોમિનેટેડ બેઠક ખાલી છે. ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા 237 છે, બહુમતીનો આંકડો 119 છે.

બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં આસામના મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ, ઓડિશાના મમતા મોહંતા, ત્રિપુરાના રાજીવ ભટ્ટાચારજી અને રાજસ્થાનના રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.

તેલંગણામાંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એનસીપીના અજિત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાયા છે અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે.

રાજ્યસભા (Rajya Sabha)ના સભ્ય તરીકે ચૂંટાયા પછી રાષ્ટ્રીય લોક મોરચા (RLM) પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પટનામાં મીડિયા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનતા કહ્યું કે, આ તેમના માટે સંસદમાં બિહારનો અવાજ ઉઠાવવાની તક છે.

સરકારી બિલો પર શું અસર થશે ?

બહુમતીના આંકને સ્પર્શ્યા પછી ભાજપે મહત્વના બિલો પસાર કરવા માટે હવે બીજેડી, વાયએસઆર, બીઆરએસ, એઆઈએડીએમકે જેવા પક્ષો પર આધાર રાખવો પડશે નહીં.

બીજી તરફ કોંગ્રેસની રાજ્યસભા (Rajya Sabha) માં વિપક્ષના નેતાની ખુરશી પણ સુરક્ષિત રહેશે. રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળમાં એકનો વધારો થતાં આ સંખ્યા બળ હવે 27 થયું છે, જે વિપક્ષના નેતા પદ માટે જરૂરી 25 બેઠકો કરતાં બે વધુ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો