પરશુરામ જયંતિ અને ઈદના તહેવારને પગલે એલર્ટ

0
219

પોલીસ દ્વારા અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મંદિરો અને મસ્જિદ પર દિવસ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે. આ બંદોબસ્તમાં 9 ડીસીપી ,16 એસીપી સહિત 5 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. પોલીસ ફોર્સ ઉપરાંત 3 એસઆરએફ્પી કંપનીની પણ ફાળવણી કરવામાં આવી છે.  પરશુરામ જયંતી  અને ઇદનો તહેવાર એક જ દિવસે હોવાથી તેની ઉજવણીમાં કોઈ અણબનાવ ના બને તેને માટે પોલીસ સતર્ક બની છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા ધાર્મિક સ્થળોની સાફસફાઈ અભિયાન હાથ ધરવાનો પણ કાર્યક્રમ આયોજીત કર્યો છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ પોલીસ પણ સતર્ક બની છે. અગાઉ રામનવમીને લઈ રાજ્યના કેટલાક સ્થળોએ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ફરી આવી કોઈ અપ્રિય ઘટના ના બને તેને માટે ઇદ અને પરશુરામ જયંતિની ઉજવણી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.