Akshay Tritiya અખાત્રીજની ઉજવણી: ધરતીપુત્રોનો શુભ દિવસ અક્ષય તૃતીય દિવસ Akashy trituya, #hindu religion, #hindu, #indian, #gujarati, #farmer, #Kheti, #pooja, #shashtra pooja,

0
101
Akshay Tritiya
Akshay Tritiya

Akshay Tritiya અખાત્રીજની ઉજવણી: ધરતીપુત્રોનો શુભ દિવસ અક્ષય તૃતીય દિવસ. અખાત્રીજે ખેડૂતો ખેતીનો પ્રારંભ કરશે.

Akshay Tritiya ગુજરાતમાં તારીખ ૩૦ એપ્રિલ બુધવારે અખાત્રીજની ઉજવણી કરવામાં આવશે. અખાત્રીજ માત્ર ધાર્મિક નહિ પણ આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રેરણા આપતો દિવસ બની ગયો છે. અખાત્રીજના પાવન દિવસે ધરતીપુત્રો એટલે કે ખેડૂતો માટેના મહત્વને સુંદર રીતે દર્શાવે છે. અખાત્રીજને માત્ર ધાર્મિક રીતે નહીં, પણ ખેતીકામ માટેના નવા વર્ષે પ્રારંભરૂપે પણ જોવામાં આવે છે. આ દિવસે ખેડૂત પરિવારો ખેતીના સાધનો, બળદ, અને ટ્રેક્ટર જેવી ખેતીની મદદરૂપ વસ્તુઓની પૂજા કરીને શ્રદ્ધાપૂર્વક નવા મૌસમના કાર્યનો આરંભ કરે છે. ખેતીના શસ્ત્રોની પૂજા કરવામાં આવશે અને સાત ધાનનું વાવેતર કરશે જેથી ખેડૂતોની એવી માન્યતા છે કે આ પૂજા અખાત્રીજના કરવાથી પાકની સારી ઉપજ થાય છે અને બારેમાસ જે પણ ધન-ધાન્યનું વાવેતર કરવાનું હોય તેમાં વૃદ્ધિને બરકત આવે છે.

Akshay Tritiya
Akshay Tritiya

હિન્દુ મહિનાના શુક્લ પક્ષની ત્રીજી તિથિ પર અખાત્રીજ આવે છે. આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ યોગ્ય હોય છે. આ દિવસે કોઈ મુહૂર્ત જોવામાં નથી આવતા.

Akshay Tritiy
Akshay Tritiya

આ અખાત્રીજના દિવસે ક્યા-ક્યા શુભ કામ થઈ શકે આવો જાણીએ…

  • અખાત્રીજના દિવસે સોના-ચાંદીની ખરીદી પણ કરવામાં આવે છે.
  • નવિન વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે.
  • ઉદ્ધાટન, ગૃહપ્રવેશ, વિવાહ, વેવીશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે.
  • પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પીંડદાન કરવાથી તેમજ દાન-પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે.
  • ગંગાસ્નાન કરવાથી તેમજ શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે.
  • આપણામાં રહેલા તમામ દૂર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલભેટ અને વરદાન માંગવાની પરંપરા છે.
  • લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે.
  • ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદી તિથિમાં થાય ચે. સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રિજથી થયો છે.
  • આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી થાય છે.

સોના-ચાંદી ન ખરીદી શકો તો લક્ષ્મીજીને પ્રસન્ન કરાય અને લક્ષ્મીજીની પ્રિય છે તેવી અન્ય વસ્તુઓ પણ ખરીદી શકાય છે

  • જવ ખરીદવાથી લાભ થાય છે દેવી લક્ષ્મીની કૃપા રહે છે.
  • કોડીની ખરીદી પણ સંપતિ વધારવાનું કામ કરે છે.
  • ઘર-વાહનની ખરીદી જે સુખ-સમૃધ્ધિ વધારશે.
  • માટીનું વાસણ કે માટીનો ઘડો કે માટલું.

અખાત્રીજના દિવસે શું ન કરવું જે અશુભ પરિણામ આપે છે

  • એલ્યુમિનિયમના વાસણો ન ખરીદો.
  • આ દિવસે કાળા રંગના કપડાં ન ખરીદો અને ન આ દિવસે પહેરો.
  • કાળા રંગના વાસણ ન ખરીદાય.
  • ધારદાર નુકીલ્લી અણીદાર વસ્તુ ન ખરીદો.
  • પ્લાસ્ટિકની વસ્તુઓ પણ ન ખરીદો.

ખેડૂતોનું સાંભળે સરકાર !! | Power Play 1892 | VR LIVE

AHMEDABAD હવામાન વિભાગની આગાહી , #GUJRAT , #INDIA , #havaman , #HAVAMANVIBHAG , #BHUPENDRAPATEL ,

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે?