Karjan Dam: નર્મદાના કરજણ ડેમમાંથી પાણી છોડાયુ છે. જેમાં કરજણ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયુ છે. તેમજ કરજણ ડેમમાં પાણીની આવક 1 લાખ ક્યૂસેક થતા 50 હજાર ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડાયું છે. નદી કાંઠાના 9થી વધુ ગામોને સાવચેત કરાયા છે.
નર્મદા જિલ્લામાં અનરાધાર મેઘ મહેર
નર્મદા જિલ્લામાં 24 જુલાઈ- 2024ને બુધવારના રોજ સૌથી વધુ તિલકવાડા તાલુકામાં 93 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ તાલુકામાં 87 મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં 48 મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં 42 મિ.મિ. અને સાગબારા તાલુકામાં 40 મિ.મિ. વરસાદ નોંધાયો છે.
ગત રોજ સૌથી વધુ સાગબારા તાલુકામાં 129 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ વરસાદ 508.40 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આમ નર્મદા જિલ્લામાં અનરાધાર મેઘ મહેર થઈ રહી છે. નદી નાળામાં નવા વરસાદી નીર આવ્યા છે.
નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ (Karjan Dam)ની પુર્ણ સપાટી 115.25 મીટર છે. ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે 24મી જુલાઈ, 2024ને બુધવારના રોજ પરિસ્થિતિએ આ ડેમની સપાટી 108.05 મીટર પહોંચી હતી.
જિલ્લાની જીવાદોરી સમાન Karjan Damના 4 ગેટ ખોલવામાં આવ્યા
નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં સવારના 10 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ તિલકવાડામાં પડ્યો છે. જેમાં ભારે વરસાદથી જનજીવન પર ગંભીર અસર જોવા મળી છે. આજે વહેલી સવારથી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લામાં સગરબારામાં 6.70 ઈંચ, ડેડિયાપાડામાં 4.2 ઈંચ, તિલકવાડામાં 3.6 ઈંચ, નાંદોદમાં 3.5 ઇંચ અને ગુરુડેશ્વરમાં 1.7 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ નર્મદાના કરજણ ડેમના 4 ગેટ ખોલી નદીમાં પાણી છોડાયુ છે. નર્મદા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે, ત્યારે નર્મદા અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમ (Karjan Dam)ના 4 ગેટ ખોલવામાં આવ્યા છે.
ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે બુધવારના રોજ સવારે આ ડેમના બે અને ત્યારબાદ વધુ બે ગેટ એમ કુલ 4 ગેટ ખોલીને કરજણ નદીમાં અંદાજિત 48633 ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે.
ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. કરજણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો