Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન; કુપવાડામાં ભારતીય સેનાએ ફરી બતાવી બહાદુરી, એક આતંકવાદી ઠાર

0
159
Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન; કુપવાડામાં ભારતીય સેનાએ ફરી બતાવી બહાદુરી, એક આતંકવાદી ઠાર
Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન; કુપવાડામાં ભારતીય સેનાએ ફરી બતાવી બહાદુરી, એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એક પછી એક આતંકી હુમલા બાદ સેના પણ આતંકીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચલાવી રહી છે. આ ક્રમમાં ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક આતંકીને ઠાર કર્યો છે. ચોક્કસ ઇનપુટ્સના આધારે સેનાએ આ કાર્યવાહી કરી છે.

Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોલાબમાં મંગળવારે રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં બુધવારે સવારે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ ઓપરેશનમાં સેનાના એક સૈનિક (નોન કમિશન્ડ ઓફિસર)નું બલિદાન આપવામાં આવ્યું હતું. વિસ્તારમાં કેટલાક વધુ આતંકવાદીઓની હાજરીના ડરને કારણે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે, ઓપરેશન ચાલુ છે.

Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન; કુપવાડામાં ભારતીય સેનાએ ફરી બતાવી બહાદુરી, એક આતંકવાદી ઠાર
Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન; કુપવાડામાં ભારતીય સેનાએ ફરી બતાવી બહાદુરી, એક આતંકવાદી ઠાર

Kupwara ઓપરેશન વિશે જાણો

હકીકતમાં, કુપવાડાના કોવુત વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા બાદ ભારતીય સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 24 જુલાઈની સવારે, સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. આ પછી આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાબમાં સેનાએ કરેલા ગોળીબારમાં એક આતંકી માર્યો ગયો હતો. એન્કાઉન્ટરમાં એક NCO પણ ઘાયલ થયા છે. અને એક સુબેદાર શહીદ થયા છે. ચિનાર કોર્પ્સના તમામ રેન્ક બહાદુર જવાન દિલવર ખાન શહીદ થયા છે.

ચિનાર કોર્પ્સે શ્રદ્ધાંજલિ આપી હતી

ખીણમાં સૈન્યને કમાન્ડ કરતી ચિનાર કોર્પ્સે X પર લખ્યું છે કે, ચિનાર કોર્પ્સના તમામ રેન્ક બહાદુર જવાન દિલવર ખાનના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે, જેમણે ફરજની લાઇનમાં પોતાનું બલિદાન આપ્યું હતું.

મંગળવારે સુરક્ષા દળોએ પુંછ જિલ્લાના મેંધરમાં ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. જેમાં આર્મીના લાન્સ નાઈક સુભાષ ચંદ્ર શહીદ થઇ દેશ માટે બલિદાન આપ્યુ છે. તેઓ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાનો રહેવાસી હતા.

સેનાએ આતંકવાદીઓને ખતમ કરવા માટે છૂટોદોર

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુશિદ્રા કુમારને આતંકવાદીઓને ખતમ કરવા માટે છૂટોદોર આપ્યો છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ઓપરેશન ઓલ આઉટ કરીને આતંકવાદીઓને જલદીથી ખતમ કરવા જોઈએ.

પુંછમાં શહીદ થયેલા સુબેદાર સુભાષ કુમારનું સન્માન

Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન; કુપવાડામાં ભારતીય સેનાએ ફરી બતાવી બહાદુરી, એક આતંકવાદી ઠાર
Kupwara: સૈન્યનું મોટુ ઓપરેશન; કુપવાડામાં ભારતીય સેનાએ ફરી બતાવી બહાદુરી, એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડા (Kupwara) માં એન્કાઉન્ટરમાં પુંછમાં સુબેદાર સુભાષ કુમાર શહીદ થયા છે, પુંછમાં શહીદ થયેલા સુબેદાર સુભાષ કુમારનું જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં સન્માન કરવામાં આવ્યું,  GOC નવીન સચદેવા, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર અને ADGP આનંદ જૈન શહીદ સુબેદાર સુભાષ કુમારના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો