મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર
એનસીપીના 54 પૈકી 30 ધારાસભ્યો તુટ્યા
અજીત પવાર શિન્દે જૂથમાં સામેલ થતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.એનસીપીના 54 પૈકી 30 ધારાસભ્યો તુટ્યા છે.તેઓએ બગાવત કરીને ડેપ્યુટી સીએમ પદ સંભાળી લીધુ,સાથે 9 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા, જેમાં શરદ પવારના વિશ્વાસુ છગન ભુજબલનો પણ સમાવેશ થાય છે.
અજીત પવારે એનસીપીમાં શામેલ થયા બાદ પત્રકાર પરિષદ યોજી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ
NCP નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ
અજીત પવારની પત્રકાર પરિષદ
એક પક્ષ તરીકે અમે આ નિર્ણય લીધો છેઃઅજીત પવાર
તમામ ધારાસભ્યો અમારી સાથેઃઅજીત પવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ થયા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેમણે મોટો દાવો કર્યો છે.પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું એક પક્ષ તરીકે અમે આ નિર્ણય લીધો છે. તમામ ધારાસભ્યો અમારી સાથે છે, પાર્ટીના સાંસદો અમારી સાથે છે. પાર્ટીના કાર્યકરો અમારી સાથે છે. અજિત પવારે NCPના નામ અને ચિહ્ન પર અજિત પવારે દાવો કર્યો છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, અમે NCPના લગભગ તમામ ધારાસભ્યો સાથે શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. અમે શપથ લીધા છે અને આગામી વિસ્તરણમાં કેટલાક અન્ય મંત્રીઓને ઉમેરવામાં આવશે. આ સાથે તેમણે શરદ પવાર દ્વારા ઉભી કરાયેલી NCP પાર્ટી પર દાવો કર્યો અને કહ્યું કે, અમે NCP છીએ અને અમે મહારાષ્ટ્રમાં તમામ ચૂંટણી NCPના સિમ્બોલ પર જ લડીશું.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી દીપક વસંત કેસરકરની પ્રતિક્રયા
મહારાષ્ટ્ર સરકાર મજબૂત બનીઃ દીપક વસંત કેસરકર
અજિત પવાર ખૂબ સારા વહીવટકર્તાઃ દીપક વસંત કેસરકર
દીપક વસંત કેસરકર, મંત્રી મહારાષ્ટ્ર સરકાર આખી બાઈટ લેવી
અજીત પવાર શિન્દે જૂથમાં શામેલ થયા છે.જે બાદ વિપક્ષ દ્વારા ભાજપ પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.ત્યારે હવે આ અંગે રાજકારણ શરૂ થયું ગયું છે. મહારાષ્ટ્રના મંત્રી દીપક વસંત કેસરકરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મહારાષ્ટ્રના મંત્રી દીપક વસંતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર મજબૂત બની છે.તેમણે વધુમાં કહ્યું કે અજિત પવાર ખૂબ સારા વહીવટકર્તા છે, ખૂબ સારા નેતા છે. આજે તેઓ અમારી સાથે આવ્યા છે, તે ખૂબ જ સારી વાત છે. મહારાષ્ટ્ર સરકાર સારું કામ કરશે