Air pollution : દરેક માનવીને શ્વાસ લેવા માટે હવા અને પીવા માટે પાણીની જરૂર હોય છે. પરંતુ ભારતમાં સ્વચ્છ હવા અને પીવાનું શુદ્ધ પાણી મેળવવું આજે એક મોટો પડકાર બની ગયો છે.ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં વધુ વસ્તી રહે છે. અહીંના કરોડો લોકો શુદ્ધ હવા અને સ્વચ્છ પાણી પીવાના અધિકારથી વંચિત છે. દર વર્ષે લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એક રીપોર્ટ પ્રમાણે ભારતમાં ખરાબ હવાના કારણે વાર્ષિક 1.6 મિલિયન (16 લાખ) મૃત્યુ થાય છે. ભારતમાં 99 ટકાથી વધુ ભારતીયોને ખરાબ હવામાનમાં શ્વાસ લઇ રહ્યા છે.
Air pollution : ખરાબ પાણી અને ખરાબ હવાએ 23 લાખ લોકોના જીવ લીધા
Air pollution :લેન્સેટના એક અહેવાલ મુજબ, ભારતમાં વર્ષ 2019માં પ્રદૂષિત પાણી અને હવાના કારણે 2.3 મિલિયન (23 લાખ) થી વધુ લોકો અકાળે મૃત્યુ પામ્યા હતા. તેમાંથી 16 લાખ લોકોના મોત માત્ર ખરાબ હવાના કારણે થયા છે જ્યારે પાંચ લાખ લોકોના મોત ગંદા પાણી પીવાના કારણે થયા છે. દુનિયાની વાત કરીએ તો 2019માં 80 લાખથી વધુ લોકોના મોતનું કારણ સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણીનો અભાવ હોવાનું કહેવાય છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) અને ઈન્જરીઝ એન્ડ રિસ્ક ફેક્ટર્સ સ્ટડી 2019ના ડેટા દર્શાવે છે કે દર વર્ષે 8 મિલિયન લોકોના મૃત્યુ માટે પ્રદૂષણ જવાબદાર છે.
Air pollution : પ્રદૂષણની દૃષ્ટિએ ભારતની સ્થિતિ સૌથી ખરાબ
પ્રદૂષણના કારણે 90 ટકા મૃત્યુ ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થયા છે, જેમાં ભારત 23 લાખ મૃત્યુ સાથે ટોચ પર છે અને ચીન 21 લાખ મૃત્યુ સાથે બીજા સ્થાને છે.લેન્સેટ રિપોર્ટમાં ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે 2016 માં, આ યોજના દ્વારા ગરીબ ગ્રામીણ મહિલાઓને ગેસ કનેક્શન આપીને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં સ્થિતિ યથાવત્ છે. તેનું કારણ એ છે કે દેશમાં પ્રદૂષણ રોકવાની કોઈ વ્યવસ્થા નથી.
Air pollution :ભારતના સૌથી પ્રદૂષિત શહેરો
1 ઓક્ટોબર 2022 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી દિલ્હી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. પટના બીજા નંબરે હતું. આ પછી મુઝફ્ફરપુર, ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, નલબારી, આસનસોલ અને ગ્વાલિયર સૌથી પ્રદૂષિત શહેરો હતા. સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ દરમિયાન પ્રદૂષણ તેની ટોચ પર હોય છે. 2019 અને 2023 ની વચ્ચે રાજધાની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, લખનૌ અને પટનાની હવા સૌથી ખરાબ જોવા મળી હતી.
ભારતમાં સૌથી સ્વચ્છ હવા મિઝોરમના આઈઝોલ શહેરમાં છે. આઇઝોલમાં PM 2.5નું સ્તર 11 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે. આઈઝોલ પછી, કર્ણાટકમાં ચિક્કામગાલુરુ, હરિયાણામાં મંડીખેરા અને કર્ણાટકમાં ચામરાજનગર, મદિકેરી, વિજયપુરા, રાયચુર, શિવમોગ્ગા, ગડગ અને મૈસુર છે. કર્ણાટકના આઠ શહેરોની હવા સ્વચ્છ છે.
તમે આ પણ વાંચી શકો છો
Cold Wave : બહાર જવાનું ટાળજો !! આગામી 3 દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી