અમદાવાદીઓ દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકશે

0
156
અમદાવાદીઓ દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકશે
અમદાવાદીઓ દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકશે

દિવાળી અંગે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

 દિવાળીમાં રાતે 10 વાગ્યા પછી ફટાકડા ફોડશો તો કાર્યવાહી થશે

અમદાવાદીઓ દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકશે

રાતે  8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

અમદાવાદીઓ દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકશે.અમદાવાદમાં પણ દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો છે. હકીકતમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદીઓ દિવાળીમાં માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકશે.દિવાળીના તહેવારને પગલે અમદાવાદ પોલીસ કમિશ્રર જીએસ મિલક દ્વારા જાહેરનામું બહરા પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં અંગે જે.સી.પી સ્પેશિયલ બ્રાન્ચ અજય ચૌધરીએ જણાવ્યું હતું કે દિવાળીના તેહવાર થી 28 નવેમ્બર સુધી જાહેરનામાંનો અમલ કરવાનો રહેશે.દિવાળી દરમિયાન રાત્રિના આઠ વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બે કલાક જ લોકો ફટાકડા ફોડી શકાશે.. ગ્રીન ફાયર ક્રેક્રસ ફટાકડાનું ઉત્પાદન  કરવાનું અને  વેચાણ  કરવાનું  વેપારીઓ આગ્રહ રાખે  તેવું અનુરોધ કરવામાં આવ્યું છે.દિવાળી પર્વ દરમિયાન લોકો હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ, શેક્ષણીક સંસ્થાઓની આજુબાજુ ફટાકડા ફોડી શકાશે નહી .દિવાળી ના પર્વ દરમિયાન લોકો સુરક્ષિત રીતે દિવાળી મનાવે તેવી લોકોને અપીલ કરવામાં આવી છે. આટલું જ નહીં, લાઈસન્સ ધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. જ્યારે ઈ-કોમર્સ વેબ સાઈટ પર ફટાકડાનું ઓનલાઈન વેચાણ થઈ શકશે નહી. આ સિવાય ચાઈનીઝ તુક્કલના વેચાણ અને તેને ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાતે 11:55થી 12:30 સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે.આ સાથે જ પોલીસ દ્વારા લોકોને આ જાહેરનામાનો અમલ કરવા તાકીદ કરી છે. જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરતાં પકડાશે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

વાંચો અહીં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શું કર્યો દાવો ?