અમદાવાદમાં વરસાદ થી ઠંડકણો અનુભવ થયો. શહેરમાં વહેલી સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદવરસી રહ્યો છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈકલોનિક સક્યુલેશન સર્જાયું છે.૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ અનુભવાયો હતો. અને જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે. ઘણાં દિવસથી ૪૦-૪૩ ડીગ્રી તાપમાન રહ્યા બાદ આવું વાતાવરણ જોવા મળ્યું. સવાર સવારમાં લોકો વર્શાદની મજા માનવા નીકળી પડ્યા.આની સાથે આવતા પાંચ દિવસ સુધી વર્ષાદી માહોલ જોઈ શકાય છે. અમદાવાદમાં ઘણાં ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા થઇ.
અમદાવાદમાં સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ઘણી જગ્યાએ સાઈન બોર્ડ પણ ઉડી ગયા. સાથે કાચ તૂટવાના બનાવ પણ જોવા માળિયા છે. વરસાદ સાથે તેજ પવન ફૂકાવાથી આંધી જેવો વાતાવરણ સર્જાયો હતો..લાંભા, નારોલ,વટવા, ઇસનપુર, જસોદાનગર,ખોખરા હાટકેશ્વર,અમરાઇવાડી જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો..નારોલ અને લાંભાના અનેક વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી..આવામાં જનતાએ સાવચેતી રાખવી જરૂરી છે.વરસાદમાં ઇલેક્ટ્રિક થાંભલાથી સાચવું.રસ્તા પર ઇલેક્ટ્રિક વાયરોથી પણ સાચવું.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વહેલી સવારેથી ધોધમાર વરસાદ
વીજળીના કડાકા ભડાકા વરસાદની શરૂઆત