અમદાવાદ: તળિયાની પોળમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી

0
43

હેરીટેજ સીટી અમદાવાદમાં પોળોના મકાનો અને સદીઓ જૂની પોળો અને તેના બાંધકામની શૈલી શહેરની એક ઓળખ છે. પરંતુ ક્યારેક સાચવણીના અભાવે અથવા બેદરકારી કે તંત્રની હેરીટેજ વારસા પ્રત્યેની ઉદાસીનતા જોવા મળે ત્યારે પોળોમાં આવેલા માંકોનો ખાસ કરીને જર્જરિત ભાગ તૂટી પડતો હોય છે .

અમદાવાદમાં આજે વહેલી સવારે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદે તોફાની બેટિંગ કરી ત્યારે શહેરમાં સારંગપુર વિસ્તારમાં તળિયાની પોળમાં નાના પોરવાડમાં આવેલું જર્જરિત મકાનના આગળનો ભાગ તૂટી પડ્યો હતો. આ ભાગ તૂટી પડતા રોડ પર કાટમાળ વેર વિખેર જોવા મળ્યો અને રસ્તા પર પાર્ક કરેલા વ્હીકલને નુકશાન થયાના સમાચાર મળી રહ્યા છે.

અહી ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં વરસાદની સીઝન શરુ થાય ત્યારે કોર્પોરેશન દ્વારા જર્જરિત ઈમારતોને ઉતારીલેવાની નોટીસ આપવામાં આવતી હોય છે ખાસ કરીને પૂર્વ અમદાવાદના પોળોમાં આવેલા મકાનો જેનાથી મોટી દુર્ઘટનાથી બચી શકાય. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ 20 તરીકે યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા રથયાત્રા માર્ગમાં આવેલા જર્જરિત મકાનોને ઉતારવાની નોટીસ આપવામાં આવી છે.