Home Gujarat Ahmedabad અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૩મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૩મું અંગદાન

0
806
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૩મું અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૩મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૩ મું અંગદાન થયું છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી પાસેથી મળતી માહિતી મુજબ મુળ ડુંગરપુરના અને લાંબા સમયથી અમદાવાદ વસતા ૨૮ વર્ષીય ભાવેશભાઇને સતત માથું દુખવાની તકલીફ હતી.૨૦ મી સપ્ટેમ્બરના રોજ સખત માથું દુખ્યું અને પછી એકાએક ખેંચ આવી . જેથી પરિવારજનો તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.અહીં ઇમરજન્સી કેર માટે દાખલ કર્યા બાદ તેમના રીપોર્ટસ કરાવવાં આવતા બ્રેઇન હેમરેજની જાણ થઇ‌ તબીબોએ ત્રણ દિવસ તનતોડ મહેનત કરીને ભાવેશભાઇ જોષીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા‌. પરંતુ ૨૩ સપ્ટેમ્બરે તબીબો દ્રારા તેઓને  બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.  બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી‌ હતી. રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. ભાવેશ ભાઈ જોશીના હ્રદયને ગ્રીન કોરિડોર કરીને ગણતરીની મિનિટોમાં અમદાવાદની જાણીતી હોસ્પિટલ સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવા આવ્યું. જ્યારે બંને કિડની અને લીવરને મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ કે,૨૮ વર્ષીય ભાવેશભાઇ જોષીના પરિવારજનો દ્રારા હ્રદયપૂર્વક કરાયેલું અંગદાન આજે ચાર વ્યક્તિઓને નવજીવન આપી ગયું છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ ૧૩૩ અંગદાન થયા છે. જેમાં મળેલા ૪૨૯ અંગોએ ૪૧૨ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૩મું અંગદાન

૨૮ વર્ષના યુવકને બ્રેઇન હેમરેજ થતાં સારવાર બાદ બ્રેઇનડેડ જાહેર કરાયા

civil 1

પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો : ચાર અંગોનુ દાન મળ્યું

હ્રદય, બે કિડની અને લીવરનું દાન મળ્યુ

હ્રદયને ગ્રીન કોરિડોર કરીને ગણતરીની મિનિટોમાં સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવા આવ્યું

બંને કિડની અને લીવરને મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

civil 3

આપને જણાવી દઈએ કે પરિવારજનોને હ્રદયપૂર્વક કરેલા અંગદાને ચાર જરુરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે તેવું સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું . આપને જણાવી દઈએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે અને રાજ્ય ઉપરાંત દેશ વિદેશથી અહી સારવાર માટે દર્દીઓ આવતા હોય છે . આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરાયા બાદ નવજીવન મળ્યું છે . જેમાં અંગદાન જે મહાદાન ગણવામાં આવે તે અંતર્ગત જયારે દર્દીઓના પરિવારજાણો સંપૂર્ણ રીતે પોતાની તૈયારી દર્શાવે છે ત્યારે જ અમદાવાદ સિવિલ હોસ્પીટલની ટીમ દ્વારા અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે