Ahmedabad weather : આગામી 5 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ, પારો તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા  

0
405
Ahmedabad weather
Ahmedabad weather

Ahmedabad weather : હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની અસર બાદ રાજ્યના તમામ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની શક્યતા વ્યક્ત કરી હતી. જેને પગલે ગઈકાલથી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. જ્યારે અમદાવાદ શહેરમાં આ વર્ષનું સૌથી મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Ahmedabad weather

Ahmedabad weather :  બુધવારની સરખામણીએ ગુરુવારે મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો એકાએક વધારો થતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે આજે શહેરીજનોને ગરમીમાં શેકાવું પડશે. કારણ કે, ગઈકાલ કરતાં પણ આજે મહત્તમ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. આજે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે. બપોર પછી 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આકાશમાં અંગારા વરસે તેવો અનુભવ થશે.

4 56

Ahmedabad weather :  હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતના હવામાનની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહેશે એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમી 45 ડિગ્રી સુધીની આગાહી કરી છે.  

Ahmedabad weather :  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમા ઉતર પશ્ચિમના ફૂંકાશે. 17 મેથી તાપમાનમાં વધારો જોવા મળશે અને 42 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય એવી શક્યતા છે. 17 થી 22 મે દરમિયાન હિટ વેવનો રાઉન્ડ હશે. સરેરાશ તાપમાન 42 થી 44 નોંધાવાની શક્યતા છે. અમુક જગ્યાઓએ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાય એવી શક્યતા છે. પવનની ગતિ 22 મે સુધી નોર્મલ રહેશે.

Ahmedabad weather

Ahmedabad weather :  અન્ય શહેરોનું તાપમાન કેટલું ?

અમદાવાદ જ નહીં ડીસાનું પણ મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે ભૂજમાં 42.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી. વડોદરામાં 42.2 ડિગ્રી, મહુવામાં 41.6 ડિગ્રી, અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભાવનગરમાં 41.1 ડિગ્રી, કેશોદમાં 40.5 ડિગ્રી, સુરતમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો