સિગ્નલની માયાજાળ..! 2 કિમીમાં 18 ટ્રાફિક સિગ્નલ, ફક્ત 5 મિનિટના કામમાં થઇ જાય છે 25 મિનિટ

0
187
Traffic Signal: સિગ્નલની માયાજાળ..! 2 કિમીમાં 18 ટ્રાફિક સિગ્નલ, ફક્ત 5 મિનિટના કામમાં થઇ જાય છે 25 મિનિટ
Traffic Signal: સિગ્નલની માયાજાળ..! 2 કિમીમાં 18 ટ્રાફિક સિગ્નલ, ફક્ત 5 મિનિટના કામમાં થઇ જાય છે 25 મિનિટ

Traffic Signal: સરકાર દ્વારા પ્રજાને રાહત મળે તે માટે અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે, પરંતુ અણઘડ નિર્ણયોના કારણે પ્રજાને સરળતાના બદલે હાલાકીનો સામનો કરવો પડે છે, અમદાવાદમાં તંત્ર દ્વારા જે ટ્રાફિક સિગ્નલનો એક માયાજાળ ઉભો કરવામાં આવ્યો છે તેના કારણે પ્રજા પોતાનો દિમાગનો પારો અનેક વખત ગુમાવતી હોવાના દ્રશ્યો જોવા મળે છે.

Traffic Signal: અમદાવાદમાં નાના મોટા 412 જંકશન પર સિગ્નલ

સરળ ટ્રાફિક વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસે નાના મોટા 412 જંકશન પર સિગ્નલ લગાવ્યા છે. આમાંથી અમુક 200, 500, 700 મીટરની ત્રિજ્યામાં આવતા હોવાથી વાહનચાલકોનો સમય બગડી રહ્યો છે.

જો હેલ્મેટ સર્કલની જ વાત કરીએ તો સર્કલની ફરતે 2 કિમીમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, ત્યાં 18 ટ્રાફિક સિગ્નલ છે. આથી જે જગ્યાએ વાહન ચાલકને પહોંચવામાં 5 મિનિટ થતી હતી ત્યાં હવે 15 થી 20 મિનિટ લાગે છે. હેલ્મેટ સર્કલની આસપાસના 2 કિમીમાં આવતાં 18 ટ્રાફિક સિગ્નલમાંથી 2 સિગ્નલ વચ્ચે 1 કિમી જેટલુ અંતર હોય તેવું એક પણ સિગ્નલ નથી. બધા સિગ્નલ 200, 500, 700 મીટરના અંતરમાં જ છે. જેના કારણે અમુક જગ્યાએ તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે એક સિગ્નલ ચાલુ થતા વાહન ચાલક આગળ જાય ત્યાં બીજા સિગ્નલ ઉપર ઉભા રહી જવું પડે છે.

Traffic Signal: સિગ્નલની માયાજાળ..! 2 કિમીમાં 18 ટ્રાફિક સિગ્નલ, ફક્ત 5 મિનિટના કામમાં થઇ જાય છે 25 મિનિટ
Traffic Signal: સિગ્નલની માયાજાળ..! 2 કિમીમાં 18 ટ્રાફિક સિગ્નલ, ફક્ત 5 મિનિટના કામમાં થઇ જાય છે 25 મિનિટ

સિગ્નલમાં અટવાયા તો ત્રીજી વખતે વારો આવે

સિગ્નલની માયાજાળની વાત કરીએ તો ઘણી વખત કેટલાંક સિગ્નલ પર તો ત્રીજી વખતે વારો આવે છે. શહેરના મોટાભાગના સિગ્નલ પર 145થી 160 સેકન્ડનું ટાઈમર સેટ કરાયું છે. વાહનચાલકોને એક બાજુથી બીજી બાજુ જવા 40 સેકન્ડનો સમય મળે છે. જો કે આમાંથી ઘણા બધા ચાર રસ્તા એવા છે કે જ્યાં ટ્રાફિક ખૂબ વધારે રહેતો હોવાથી સિગ્નલની ત્રણ ચેઈન ફરે પછી વાહનચાલકનો નંબર ફરી આવે છે. જેથી એક સિગ્નલ પર વાહનચાલકે સરેરાશ 4થી 6 મિનિટ ઊભા રહેવાનો વારો આવતો હોય છે.

Traffic Signal: સિગ્નલ લાગ્યાં ત્યારથી ટ્રાફિકજામ

જે જગ્યાએ 200, 500 મીટરમાં સિગ્નલ છે તેમાંથી મોટાભાગના છેલ્લા 1 વર્ષમાં લગાવવામાં આવ્યા છે. આ સિગ્નલ લાગવાથી સ્થાનિકો સૌથી વધારે ત્રસ્ત છે. મહિલાઓએ ઘરેથી નીકળીને ચાર રસ્તા સુધી શાકભાજી કે દૂધ જેવી વસ્તુ લેવા જવા માટે પણ દોઢથી બે મિનિટ સિગ્નલમાં ઉભા રહેવુ પડે છે. જ્યારે આવી જગ્યાએ સિગ્નલો લાગવાથી જ ટ્રાફિક જામ થતો હોવાનું સ્થાનિક રહીશોનું કહેવું છે.

Traffic Signal: સિગ્નલની માયાજાળ..! 2 કિમીમાં 18 ટ્રાફિક સિગ્નલ, ફક્ત 5 મિનિટના કામમાં થઇ જાય છે 25 મિનિટ
Traffic Signal: સિગ્નલની માયાજાળ..! 2 કિમીમાં 18 ટ્રાફિક સિગ્નલ, ફક્ત 5 મિનિટના કામમાં થઇ જાય છે 25 મિનિટ

કોઈ નિયમ નથી, જંકશન હોય ત્યાં સિગ્નલ લગાવી

બે ટ્રાફિક સિગ્નલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ તેના માટે કોઈ કાયદો કે જોગવાઈ નથી, પરંતુ જ્યાં પણ ચાર રસ્તા કે ત્રણ રસ્તા એટલે કે જંકશન હોય ત્યાં સિગ્નલ મુકી શકાય છે. આટલું જ નહીં ટ્રાફિક સિગ્નલ લગાવવાથી ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાઈ છે અને વાહન વ્યવહાર પણ સરળ બનાવી શકાયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો