Ahmedabad Terrorist: અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓએ કર્યો મોટો ખુલાસો

0
158
Ahmedabad Terrorist
Ahmedabad Terrorist

Ahmedabad Terrorist: ગુજરાત એટીએસે ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તામિલનાડુ થઇ અમદાવાદ આવ્યા હતા. કોઇ મોટા મનસૂબા સાથે આવેલા ચાર આતંકીઓની ATSએ ધરપકડ કરી છે. ATSની પૂછપરછમાં કેટલાંક મોટા ખુલાસાઓ થયા છે. ચારેય આતંકીઓ આતંકી સંગઠન ISSCના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રગજદીનન છે. તામિલ ભાષાના જાણકારને સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાઇ છે.

Ahmedabad Terrorist

આતંકીઓ પાસેથી બે મોબાઇલ ફોન ચાર પાસપોર્ટ અને કરન્સી મળી આવી છે. આ ઉપરાંત ISISનો ઝંડો પણ મળી આવ્યો છે. તેના મોબાઇલમાં નાના ચિલોડાના અમુક લોકેશન મળ્યા છે. ISSCના લિડર અબુએ હથિયારની વ્યવસ્થા કરી આપી હોવાનો ખુલાસો થયો છે. માહિતી મુજબ એટીએસના અધિકારીઓને નાના ચિલોડામાંથી ત્રણ પિસ્તોલ અને 20 જેટલા કારતૂસ પણ મળી આવ્યા છે.

 Ahmedabad Terrorist:  કોલંબોથી પહોંચ્યા હતા અમદાવાદ

Ahmedabad Terrorist

આ ચારેય આતંકી કોલંબોથી ફ્લાઇટ લઈને અમદાવાદ પહોંચ્યા હતા પરંતુ તેમની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરી લેવાઈ. પૂછપરછમાં જાણવા મળ્યું કે અબૂ નામનો આતંકવાદી તેમને ઓર્ડર આપી રહ્યો હતો. આ ચારેય અબૂની સાથે ફેબ્રુઆરી 2024માં સંપર્કમાં આવ્યા હતા. અંદાજિત 3 મહિનામાં જ અબૂએ આ ચારેયનું બ્રેઈનવૉશ કર્યું અને હુમલો કરવા માટે ભારત મોકલી દીધા.

Ahmedabad Terrorist:  આતંકવાદીઓના નિશાના પર હતા ભાજપ અને RSSના નેતા

તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓના નિશાના પર ભાજપ અને RSSના નેતા હતા. તેમના નિશાન પર યહૂદી અને ઈસાઈ સમાજના લોકો પણ હતા. જો આદેશ મળત તો આતંકવાદી ભારતમાં ફીદાયીન હુમલો પણ કરવાના હતા. ગુજરાત પોલીસે જણાવ્યું કે, ચારેય આતંકવાદી શ્રીલંકાના રહેવાસી છે. તેમને પાકિસ્તાનમાં બેઠેલા ISISના હેન્ડલરે ભારત આવવાનો ઓર્ડર આપ્યો હતો.

Ahmedabad Terrorist:  આતંકવાદીઓ માટે હથિયારોની વ્યવસ્થા કરી

Ahmedabad Terrorist

Ahmedabad Terrorist:  આ આતંકવાદીઓ માટે ભારતમાં હથિયારોની વ્યવસ્થા કરાઈ હતી. અબૂએ તેમને આદેશ આપ્યો હતો કે અમદાવાદના નાનાચિલોડા લોકેશન પર જાઓ, ત્યાં હથિયાર મળશે. પોલીસને આ જગ્યાએથી 3 પિસ્તોલ, કારતૂસ અને ISISનો ઝંડો મળ્યો છે. હથિયારો પર પાકિસ્તાનના FATA વિસ્તારનું નામ લખેલું છે. એટલા માટે એ સ્પષ્ટ છે કે આ હથિયાર પાકિસ્તાનથી આવ્યા હતા. આતંકવાદીઓની ધરપકડ બાદ હવે ભારતમાં આ હથિયાર મૂકનારને શોધવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો