Ahmedabad News: અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પ્રથા મામલે હાઉસકિપિંગમાં કામ કરતા 150થી વધુ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હડતાળ પર ઉતર્યા છે. એસવીપી હોસ્પિટલમાં સિન્દુરી ફેબર નામની કંપનીનો કોન્ટ્રાક્ટ હતો. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને રાતોરાત બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વા એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી આવ્યો છે.
Ahmedabad News: હાઉસકિપિંગના કર્મચારીઓના સમર્થનમાં કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર ભરત મકવાણા પણ આવ્યા છે. હાઉસકિપિંગમા કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી દરજ્જો આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવાની માગ કરવામાં આવી છે.
Ahmedabad News: હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું છેકે, તેઓ સિન્દુરી ફેબર કંપનીના કર્મચારીઓ છે અને 2018થી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે. કોરોનાના સમયગાળામાં પણ ઘણુ કામ કર્યું હતું. રાતોરાત કંપનીનો કોન્ટ્રાક્ટ બદલી નખાયો છે અને કર્મચારીઓને કોઇપણ પ્રકારની જાણ કરાઈ નથી. કોન્ટ્રાક્ટ બદલવામાં આવે તો બે મહિના પૂર્વે જાણ કરવાની હોય છે પરંતુ કરવામાં આવી નથી. અમે અહીં કામ કરી રહ્યાં છીએ છતાં અમને કાયમી કરવામાં આવ્યા નથી.
Ahmedabad News: કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર આવ્યા સમર્થનમાં
Ahmedabad News: હાઉસકિંપિંગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ હડતાળમા હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર ભરત મકવાણા હડતાળ કરી રહેલા કર્મચારીઓના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છેકે, કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે કારણ કે તેમને ખબર નથી કે તેઓ કઇ કંપનીમાં છે. રાતોરાત આ રીતે કોન્ટ્રાક્ટ બદલી નાંખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં કામ કરતા હાઉસકિપિંગના કર્મચારીઓને કાયમી કરવામાં આવવાના જોઇએ અને આ કોન્ટ્રાક્ટ પ્રથાને નાબૂદ કરવામાં આવવી જોઇએ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો