AHMEDABAD NEWS : અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓનાં મોત થયાં છે. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

AHMEDABAD NEWS : સવારે 5 વાગ્યે રિંગ રોડ પર ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. ગાંધીનગર તરફથી આવી રહેલી ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બંને વાહનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયાના સમાચાર છે.
AHMEDABAD NEWS : દુર્ઘટનામાં ફોર્ચ્યુનરમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક કારચાલકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારમાંથી દારૂની તૂટેલી અનેક બોટલો મળી આવી છે, જેના કારણે મોટા પ્રમાણમાં દારૂ લઈ જવાતો હોવાની શંકા ઉદભવી છે.

ટ્રાફિક DCP નીતા દેસાઈએ જણાવ્યું કે વાહનોની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ અકસ્માતને કારણે એક ટ્રક ચાલકે પણ સંતુલન ગુમાવ્યું અને તેનું વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું.
AHMEDABAD NEWS : મૃતકનાં નામ
- અજિત કાઠી, ઉં.વ: 32, રહેઠાણ: વિરમગામ
- મનીષ ભટ્ટ, ઉં.વ: 52, રહેઠાણ: સાબરમતી, મૂળ વિરમગામ
- ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ, ફોર્ચ્યુનરનો ચાલક
AHMEDABAD NEWS : પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં ઊતરી ગઈ હતી. હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની વિગત સામે આવી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .