Home Gujarat Ahmedabad AHMEDABAD NEWS :   બોપલ બ્રીજ પાસે દારૂ ભરેલી ગાડી અને થાર વચ્ચે...

AHMEDABAD NEWS :   બોપલ બ્રીજ પાસે દારૂ ભરેલી ગાડી અને થાર વચ્ચે અકસ્માત, ૩ ના મોત, 1 ગંભીરરીતે ઘાયલ   

0
1004
AHMEDABAD NEWS
AHMEDABAD NEWS

AHMEDABAD NEWS :  અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓનાં મોત થયાં છે. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.

AHMEDABAD NEWS

AHMEDABAD NEWS :   સવારે 5 વાગ્યે રિંગ રોડ પર ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. ગાંધીનગર તરફથી આવી રહેલી ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બંને વાહનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયાના સમાચાર છે.

AHMEDABAD NEWS :   દુર્ઘટનામાં ફોર્ચ્યુનરમાં સવાર બે વ્યક્તિઓ પૈકી એક કારચાલકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારમાંથી દારૂની તૂટેલી અનેક બોટલો મળી આવી છે, જેના કારણે મોટા પ્રમાણમાં દારૂ લઈ જવાતો હોવાની શંકા ઉદભવી છે.

AHMEDABAD NEWS

ટ્રાફિક DCP નીતા દેસાઈએ જણાવ્યું કે વાહનોની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ અકસ્માતને કારણે એક ટ્રક ચાલકે પણ સંતુલન ગુમાવ્યું અને તેનું વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું.

AHMEDABAD NEWS :   મૃતકનાં નામ

  • અજિત કાઠી, ઉં.વ: 32, રહેઠાણ: વિરમગામ
  • મનીષ ભટ્ટ, ઉં.વ: 52, રહેઠાણ: સાબરમતી, મૂળ વિરમગામ
  • ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ, ફોર્ચ્યુનરનો ચાલક

AHMEDABAD NEWS :   પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

AHMEDABAD NEWS


આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં ઊતરી ગઈ હતી. હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની વિગત સામે આવી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે