Ahmedabad News:અમદાવાદ નરોડામાં ‘ગોગો પેપર’ના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું

0
140
Ahmedabad
Ahmedabad

Ahmedabad News: અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પોલીસે નરોડા વિસ્તારમાં ‘ગોગો પેપર’ના નામે ગાંજાનું વેચાણ કરતા બે શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા 92,000ની કિંમતનો 1 કિલો 650 ગ્રામ ગાંજો કબજે કર્યો છે.

Ahmedabad News

Ahmedabad News:  ‘ગોગો પેપર’ના નામે ગાંજાનું વેચાણ

SOGને નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લરની આડમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે SOGના PSI જેબી દેસાઈની આગેવાની હેઠળ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પાન પાર્લર પર દરોડો પાડ્યો હતો.

Ahmedabad News: દરોડામાં શું મળ્યું?

Ahmedabad News

દરોડા દરમિયાન પોલીસે પાન પાર્લરના ગલ્લાની તપાસ કરતા તેમાં છુપાવેલો 1 કિલો 650 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બજારમાં તેની અંદાજિત કિંમત રૂપિયા 92 હજાર હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પરથી વિજયસિંહ બલાત અને પિયુષ પ્રફુલભાઈ નામના બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ પાન પાર્લરના ઓઠા હેઠળ ગ્રાહકોને ‘ગોગો પેપર’ના બહાને ગાંજો વેચતા હતા, જેથી કોઈને શંકા ન જાય. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Ahmedabad News: પકડાયેલા આરોપીઓ

Ahmedabad News

મુખ્ય આરોપી વિજયસિંહ બલાત મૂળ રાજસ્થાનનો વતની છે અને તે છેલ્લા બે મહિનાથી નરોડામાં તેના મામાના ઘરે રહી પાનનો ગલ્લો ચલાવતો હતો. તે ગ્રેજ્યુએટ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેણે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિ પાસેથી ગાંજો ખરીદતો હોવાનું સ્વીકાર્યું છે.

બીજો આરોપી પિયુષ પ્રફુલભાઈ વટવા વિસ્તારનો રહેવાસી છે. તે AMCમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે કામ કરે છે અને ફાજલ સમયમાં મિત્રના પાનના ગલ્લા પર બેસીને ગાંજાના વેચાણમાં મદદ કરતો હતો.

પોલીસે હવે આ ગાંજાના સપ્લાયર સુરેન્દ્રસિંહને ઝડપી પાડવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે SOG દ્વારા આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો :Bhavnagar News:ભાવનગર કાળિયાબીડ વિસ્તારમાં સગીર પર દુષ્કર્મ, નિવૃત્ત અધિકારીની ધરપકડ