અમદાવાદ : મેઘાણીનગરમાં સ્થાનિકોનો રોષ

0
204

સ્થાનિકોએ તંત્રના પાપે લોકો પરેશાન હોવાના પોસ્ટર લગાવ્યા

પ્લાનિંગ વગરના રોડ બનાવતા તંત્ર પર સ્થાનિકોનો રોષ

પ્લાનિંગ સાથે રોડ બનાવવા માંગ

માવઠાના કારણે તંત્રની પોલ ખૂલી ગઈ છે. તે વચ્ચે અમદાવાદમાં મેઘાણીનગરના સ્થાનિકોએ તંત્ર સામે વ્યથા ઠાલવી છે. અહીંના સ્થાનિકોએ તંત્રના પાપે લોકો પરેશાન હોવાના પોસ્ટર લાગ્યા છે. AMCએ અહીં યોગ્ય રીતે રોડ ના બનાવ્યો હોવાનું  સ્થાનિકો જણાવી રહ્યા છે. પ્લાનિંગ વિના રોડ બનાવવાના કારણે અહીંના લોકોને ભારે હાલાંકી પડી રહી છે. પ્લાનિંગ વિના રોડ બનવાથી કેટલીક ગટરો ઢંકાઈ છે. યોગ્ય પ્લાનિંગ સાથે રોડ બનાવવા સ્થાનિકોની માંગ છે. કોઈપણ પ્લાનિંગ કે લેવલ વિના રોડ બનાવાતા વેપારીઓની મુશ્કેલી વધી છે. જેમાં સામાન્ય વરસાદમાં પણ દુકાનોમાં પાણી ઘુસી જાય છે.