HomeAhmedabadAhmedabad Crime News: અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ...

Ahmedabad Crime News: અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, ફાયરિંગમાં પગમાં ગોળી વાગી

Ahmedabad Crime News: અમદાવાદના આણંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં PGમાં રહેતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં ઝડપાયેલા આરોપી ધરમસિંહ રામશંકરસિંહે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં હેબતપુર વિસ્તારમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આરોપીએ પોલીસ અધિકારીની સર્વિસ પિસ્ટલ ઝૂંટવવાનો પ્રયાસ કરતાં થયેલી ઝપાઝપીમાં પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે આરોપીને કાબૂમાં લેવા ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

Ahmedabad Crime News: મોબાઈલ રિકવર કરવા પોલીસ આરોપીને હેબતપુર લઈ ગઈ હતી

Ahmedabad Crime News:

મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા દુષ્કર્મના ગુનામાં અમદાવાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ધરમસિંહ રામશંકરસિંહને હેબતપુર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આરોપીનું મેડિકલ કરાવવાની સાથે ડીએનએ સેમ્પલિંગ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત, ભોગ બનનાર વિદ્યાર્થિનીનો ચોરાયેલો મોબાઈલ રિકવર કરવા માટે પોલીસ આરોપીને સાથે રાખીને હેબતપુર વિસ્તારમાં પંચનામાની કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન આરોપીએ અચાનક પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad Crime News: PIની સર્વિસ પિસ્ટલ ઝૂંટવવાનો પ્રયાસ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોલીસ પકડમાંથી છૂટવા માટે PI પરમારની સર્વિસ પિસ્ટલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતાં પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહને પગમાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ દરમિયાન આરોપીને કાબૂમાં લેવા માટે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ફાયરિંગમાં આરોપી ધરમસિંહના પગમાં પણ ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

Ahmedabad Crime News: ‘મને માફ કરી દો’ કહેતો હતો આરોપી

Ahmedabad Crime News:

ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત હાલતમાં આરોપી પોલીસની કસ્ટડીમાં હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લંગડાતા-લંગડાતા ‘હવે ફરીવાર આવું નહીં કરું, મને એકવાર માફ કરીને જવા દો’ જેવી વાતો કરી રહ્યો હતો. જોકે, સમગ્ર ઘટનાની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

આ ઘટનાને પગલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોલીસ કર્મચારી પર હુમલો કરવા અને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા સહિતની કલમો હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Crime News:શું હતી મૂળ દુષ્કર્મની ઘટના?

આ કેસમાં પોલીસ તપાસ મુજબ, આનંદનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં PGમાં રહેતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગની વિદ્યાર્થિની રાત્રિના સમયે સોસાયટીના ધાબા પર ચાલવા ગઈ હતી. આ દરમિયાન સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ ત્યાં પહોંચ્યો હતો અને ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હોવાનો આરોપ છે.

ત્યારબાદ આરોપીએ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટના બાદ આરોપીએ યુવતીને ધાબા પર જ બંધ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનો પણ આરોપ છે. યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતાં નીચે રહેતા મકાનમાલિકો ઉપર દોડી આવ્યા હતા અને દરવાજો ખોલ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લીધો હતો. હવે પોલીસ પર હુમલો અને કસ્ટડીમાંથી ભાગવાના પ્રયાસને લઈને પણ તપાસ આગળ વધી રહી છે.

આ પણ વાંચો :સુરત નવી સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત મામલે રેગિંગનો ખુલાસો, 4 સિનિયર ડૉક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments