ગુજરાતમાં ઘણા દિવસોથી ચોમાસું સત્તાવાર વિદાય લઇ ચુક્યું છે હવે ચોમાસા બાદ પ્રથમ માવઠું આવશે તેની આગાહી કરવામાં આવી છે . નવરાત્રી દરમિયાન અને ભારત પાકિસ્તાન મેચ બંનેમાં ખલેલ પહોંચે તેવી આગાહી હવામાન જાણકાર દ્વારા કરવામાં આવી રહી છે . આ માવઠું વેસ્ટર્ન ડિસ્ટબન્સને આભારી છે સીધું ગુજરાતને અસર નહિ કરે પરંતુ ગુજરાતમાં તારીખ 13 થી 16 તારીખ સુધી વાતાવરણ ચોક્કસથી અસ્થિર કરશે તેમાં બેમત નથી. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમાં આ સમાચાર ચોક્કસ નિરાશ કરશે કારણકે માવઠું થવાની આશંકા સેવાઈ રહી છે. વાતાવરણમાં ફેરફાર સહિત ગુજરાતના સૌરસ્થ અને દક્ષીણ ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તથા જુનાગઢના કેટલાક વિસ્તારોમાં હળવો તેમજ માધ્યમ વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બોટાદ, રાજકોટ જીલ્લાના કેટલાક ભાગોમાં માધ્યમ વરસાદ વરસી શકે છે.

જાણકારોના મત પ્રમાણે દક્ષીણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અને મધ્ય ગુજરાત , ઉત્તરગુજરાત અને કચ્છમાં પણ માવઠાની અસર જોવા મળશે. અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની શક્યતા છે . વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે હિમાલયની પર્વતમાળાઓ તેની નજીક આવેલા જમ્મુ કાશ્મીર , હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા શરૂ થશે ત્યાર પછી બીજું વેસ્ટર્ન ડિસ્ટબન્સ પણ આવશે જેનાથી આગામી દિવસોમાં ભલે અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ ગુજરાતમાં થાય છે પરંતુ દિવાળી આવતા સુધીમાં બરફ્બર્શાને કારણે ઠંડીમાં વશારો જોવા મળશે અને ક્યાંક માવઠું પણ થશે.
અરબી સમુદ્રમાં વાવાઝોસની વાત કરીએ તો હવામાન જાણકારોના મત મુજબ બીજા વેસ્ટર્ન ડિસ્ટબન્સ પછી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ અરબી સમુદ્રની કોઈજ પ્રકારની આગાહી કરવી તમામ હવામાન આગાહીકારો માટે મુશ્કેલ હોય છે પરંતુ ક્યાંક વાવાઝોડાના ઇંધણ પણ દિવાળી સુધીમાં જોવા મળશે
અમદાવાદના વાતાવરણની આગામી 13 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરની વાત કરીએ તો ભારત પાકિસ્તાનની મેચનો ઉત્સાહ પર મેઘરાજા પાણી ફેરવે રેવી આગાહી કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ જે મેચની આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં હળવો વરસાદ પડી શકે છે.