માર્ચ બાદ હવે એપ્રિલમાં પણ ખેડુતો માટે માઠા સમાચાર

0
159

4 અને 5 એપ્રિલે થઇ શકે છે કમોસમી વરસાદ

રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો હતો. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી  છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તેમજ 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી અને 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે.