અમૂલ બાદ સુમુલે આપ્યો ઝટકો, દૂધના ભાવમાં ઝીંક્યો 2 રૂપિયાનો વધારો

0
67

મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ અમૂલ ડેરી બાદ સુમુલ ડેરી એ પણ ફટકો માર્યો છે. સુમુલ ડેરીએ દૂધના ભાવ વધારીને ગ્રાહકોને ઝટકો આપ્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે.જેના પગલે ગ્રહકોને હવે 2 રૂપિયા પ્રતિ લીટર વધુ ચાકવવા પડશે.સુમુલ ડેરીએ  લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે  દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે.