સોના-ચાંદીના ભાવમાં વધારો

0
37

સોના-ચાંદીના ભાવ સતત વધારો થયી રહ્યો છે  વિશ્વભરના બજારોમાં ઉથલપાથલને કારણે સોના અને ચાંદીના ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ત્યારે બજાર સોનું સૌથી  મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું કિમત પ્રતિ ઔંસ 2040 ડોલર છે. એ જ રીતે ચાંદીએ 25 ડોલર પ્રતિ ઔંસનો આંકડો પાર કર્યો હતો. ચાંદીના ભાવ એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે જયારે  વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનું 62679 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે જયારે વિશ્લેષકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સોનાની કિંમત 66,000 થી 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. માર્કેટમાં આ વર્ષે સોનું 20 ટકા સુધીનું વળતર આપી શકે છે.