Squid Game: અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અક્ષય કુમારની ફિલ્મ સિનેમાઘરોમાં અજય દેવગનની ‘મેદાન’ સાથે ટકરાઈ હતી.
અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ટાઈગર અને અક્ષય કુમાર ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારને વિલનની ભૂમિકા ભજવી હતી. આ ત્રણ સ્ટાર્સ સિવાય આ ફિલ્મમાં ઓસ્ટ્રિયન એક્ટર રોહેદ ખાન (Rohed Khan) પણ જોવા મળ્યો હતો, જેણે ફિલ્મમાં આતંકવાદીનો રોલ કર્યો હતો.
તાજેતરમાં જ રોહેદ ખાને એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેણે ‘બડે મિયાં છોટે મિયાં’નો ભાગ બનવા માટે દક્ષિણ કોરિયન ટીવી સીરિઝ ‘સ્ક્વિડ ગેમ્સ’ (Squid Game) છોડી દીધી. તેણે આ ટીવી સિરીઝ માટે કોન્ટ્રાક્ટ પણ સાઈન કર્યો હતો, પરંતુ આ ફિલ્મ કરવાનું તેના નસીબમાં લખ્યું હતું.
Squid Game છોડી અને બન્યો Bade Miyan Chote Miyan નો ભાગ
રોહેદ ખાને કયું કે, અક્ષય કુમારની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નો ભાગ બનવાની તેની રસપ્રદ સફર શેર કરી. તેણે એ પણ જણાવ્યું કે તે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ કરવા જઈ રહ્યો હતો, પરંતુ તે ફિલ્મ પડતી મૂકવામાં આવી હતી.
ઑસ્ટ્રિયન અભિનેતાએ કહ્યું, “મેં સ્ક્વિડ ગેમ્સ (Squid Game)નો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો, પરંતુ તેમ છતાં મેં બડે મિયાં છોટે મિયાં ફિલ્મ પસંદ કરી. મારી બહેને મને કહ્યું કે મારે દક્ષિણ કોરિયન ટીવી સિરીઝ ‘સ્ક્વિડ ગેમ્સ’ કરવી જોઈએ, પરંતુ આ ફિલ્મ મારી નસીબમાં હતી. જો કે, બંને ફિલ્મોની તારીખો ટકરાઈ રહી હતી, નહીં તો મેં તે ટીવી સિરીઝ પણ કરી હોત.
કરણ જોહરની આ ફિલ્મથી તે ડેબ્યૂ કરવા જઈ રહ્યો હતો
ઓસ્ટ્રિયન અભિનેતા રોહેદ ખાને જણાવ્યું કે તે કરણ જોહરની ફિલ્મ માટે ભારત આવ્યો હતો. તેણે કહ્યું કે તે તખ્તનો હિસ્સો બનવા જઈ રહ્યો હતો, પરંતુ તે ફિલ્મ સ્થગિત કરવામાં આવી હતી. રોહેદે કહ્યું, “કાસ્ટિંગ ડાયરેક્ટર શાનુ શર્માએ મને જોયો અને ઓડિશન પછી તેણે મને કરણની ફિલ્મ ‘તખ્ત’ માટે સાઈન કર્યો, પરંતુ કમનસીબે તે ફિલ્મ બની ન હતી.
મેં થોડા વધુ લુક ટેસ્ટ આપ્યા અને તેમાંથી મને મળેલા પૈસા પછી હું મારા દેશ ઑસ્ટ્રિયા પાછો ફર્યો. તે પછી કોઈએ કંગના રનૌતની ફિલ્મ માટે મારું નામ આપ્યું, બડે મિયાં છોટે મિયાં પછી રોહેદ ટૂંક સમયમાં ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘સરઝમીન’માં જોવા મળશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો